રસિકવલ્લભ/પદ-૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પદ-૫૪ રસિકવલ્લભ
પદ-૫૫
દયારામ
પદ-૫૬ →


પદ ૫૪ મું

રૂડી રસાળી શ્રી હરિભકિતજી, સકળ શિરોમણી વિશ્વે વ્યક્તિજી;
ભક્તિ યુક્તથી ભુવન પવિત્રજી, માધવ માને મનથી મિત્રજી.

ભક્તિ વિના સહુ સાધન શૂન્યજી, શ્રીભાગવતે ભાખ્યું શુક મુન્યજી;
ભક્તિરહિત અસૂર તપ અત્યજી, ભવ ભય હેતુ ન લહે ગત્યજી.

ઢાળ

ગતિ થાય નહિ ભક્તિ વિના, કોઈ કરો કોટિ પ્રયત્ન;
ભક્તિ સ્વલ્પ શ્રમ પરમ પદ, જ્યમ કોડી સાટે રત્ન.
પ્રાચીનબર્હિષ નૃપે અગણિત, યજ્ઞ ચીતરી જક્તિ;
તે થકી ઉલટો ભય થયો, હર્યો નારદ દેઈ હરિભક્તિ.
ગૌદાની નૃગનૃપ ભક્તિવણ, થાવું પડ્યું કૃકલાશ;
ભક્તિ સહિત નંદે કર્યા, ગૌદાન પૂર્ણાભિલાષ.
વાસના ન ટળે યોગથી, જો હોય ભક્તિ વિયોગી;
બહુ દિન સમાધિ ઉતરે, કઢી થઇ પૂછ્યું યોગી.
શુ થાય અગણિત સાધને, વણ ભક્તિ સુંદર શ્યામ;
જો ભક્તિ છે તો કોઇ સાધન, તણું છે નહિ કામ.
અજપા જપો અનહદ સુણો, પાંપળાં સઘળાં વ્યર્થ;
જન દયાપ્રીતમ કૃષ્ણભક્તિ, વિના ન સરે અર્થ.