લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૫૪

વિકિસ્રોતમાંથી
← રસિકવલ્લભ/પદ-૫૩ રસિકવલ્લભ
પદ-૫૪
દયારામ
રસિકવલ્લભ/પદ-૫૫ →


પદ ૫૩ મું

પુરષોત્તમને પ્રિય જે ભક્તિજી, તે સાથે નહિ અણુ આસક્તિજી;
નિશદિન રહે છે કષ્ટ મહાનજી, લભ્ય થવાને કેવળ જ્ઞાનજી.
પોચ ફૂટતાં લાભ ન લેશજી, એ જ ઉગરે કેવળ ક્લેશજી;
કઠણ સમજવું તેહવું કહેવુંજી, વિવેક સાધન કઠણજ લહેવુંજી.

ઢાળ

લહેવું કઠીન સહુ રીતથી, જ્ઞાનમાં વિઘ્ન અપાર;
એ ધૃણાક્ષરન્યાયે સફલ, કોકને કોઈ એકવાર.
તે લાભ પણ વળી તુચ્છ જોતાં, મુક્તિ મૃત્યુ સમાન;
જે અસુર અરિભાવે મળ્યા, સમ ઠર્યું વૈર ને જ્ઞાન.

એ તત્વ ટુંપણું તુચ્છ લાગે, પ્રેમરસ પીનાર;
હરિ દે ન લે જલ્લવન સરખી, મુક્તિ માને ચાર.
ઢોકલા સરખી મુક્તિથી, જન પ્રેત થાય પ્રસન્ન;
જે ભક્તિ ઘેબર ભોગિયા, તેનું ન માને મન.
નિત્ય સેવક સ્વામિભાવ વણ, અન્યથા નથી આનંદ;
પણ પય પચે માર્જાર, પાયસાન્ન ન પચે રતિમંદ.
પોતા સરીખો પ્રભુ કરે પણ, ન આપે નિજ ભક્તિ,
તે દયાપ્રીતમ પ્રાણ પ્રિય, જેહને દૃઢ સ્વરૂપાસક્તિ.