રસિકવલ્લભ/પદ-૬૦
← પદ-૫૯ | રસિકવલ્લભ પદ-૬૦ દયારામ |
પદ-૬૧ → |
જપ ગાયત્રી કોટિ એકજી, દાન સોલ સહિત વિવેકજી; ક્રતુ શત કોટિ કર્યા અવેધજી, સહસ્ત્ર કર્યા તેણે હયમેધજી. ૧
પરિક્રમ ભૂ પંચ લાખ હજારજી, કરી તેણે જાણે શતવારજી; સુણ્યું એક જેણે હરિનું નામજી, વચન રમાનું સહુ શ્રુતિધામજી. ૨
ઢાળ
કીર્તન ભક્તિનું ફળ' શ્રુતિ શિખરનું સિદ્ધાંત કલિ, શ્રીકૃષ્ણ કીર્તન સાર; જે થકી વણશ્રમ અગમ ભવ તરી, સર્વ પામે પાર. ૩ કલિકાલ મહદાશુચ, નહિ કો કર્મનો અધિકાર; શ્રીકૃષ્ણ નામ અડે નહિ, આનંદમય ઉચ્ચાર. ૪ સાધન સકલ શિર મુકુટમણિ, શ્રીકૃષ્ણ અપર સ્વરૂપ; હરિથકી પણ બળ અધિક, કરુણાવંત અભય અનૂપ; ૫ મહાપાપ અકથિત તાપ, અખિલ સમૂળ ભસ્મીભૂત; કરી કરે પરમાનંદ પ્રિય, હરિ નામ પાવન પૂત. ૬ મન કામના પરિપૂર્ણ, ચિન્તામણિ અધિકૂં એહ; મુખ રટણ નિશદિન કરે, હરિ મળશે નથી સંદેહ. ૭ મહા અધમથી પણ અધમ, જેની નહિ ગતિ કો કાલ: ગતિ તેની કરતા દયાપ્રભુ , નામ શ્રીગોપાલ. ૮ -૦-