રસિકવલ્લભ/પદ-૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૬૦ રસિકવલ્લભ
પદ-૬૧
દયારામ
પદ-૬૨ →


<poem>પદ ૬૧ મું

કૃષ્ણ કહે કહો એક જ વારજી, તેના મહિમાનો નહિ પારજી; ગંગાદિ સૌ તીર્થ મહાનજી, કલ્પ ત્રિશત લખી કરતાં સ્નાનજી. ૧ શુચિ જેવું તે થકી હોય ગ્રાતજી, તેવું શુચિ એક હરિવચ માત્રજી; હરિયશ હેતે ગાય જ્યાં દાસજી, સકળ તીર્થ નો ત્યાંજ નિવાસજી. ૨

ઢાળ

સ્મરણભક્તિનું રૂપ છે નિવાસ તીર્થ અખીલનો, હરિચરણપંકજ માંય; તે આપોપે ઉભા રહે, જન ગાય ગુણ નિજ જ્યાંય. ૩

હરિ સ્મરણ કરતાં માત્રમાં, બંધન ટળે સંસાર: આનંદમંગળ નિત્ય નિર્ભય, પુણ્યનો નહિ પાર. ૪

શ્રી લાભજપ જશ શુભ સકલ હોય, અમંગળ ટળી જાય; તે સમય સહુ સવળું વિમુખ યદા હરિ સમરાય. ૫

ભય કંસ દ્વેષે ચૈદ્ય કુબ્જા સ્મરણ હરિ સ્મરભાવ; તદપિ થયું શિવ તો કહે; કો સ્નેહસ્મરણ પ્રભાવ. ૬

જો નિમિષ વા નિમિષાર્ધ ચિંતન, ચતુર્ભુજનું થાય; તો યજ્ઞ કોટિ હજારનું, ફ્ળ શાસ્ત્ર તેને ગાય. ૭

સહુ શાસ્ત્ર ફરી ફરી વિચારે, મુનિ નિકળ્યો એ સાર; જન દયાપ્રીતમ ધ્યાન ધરવું, નિત્ય નંદકુમાર. ૮

-0-