રસિકવલ્લભ/પદ-૬૩
← પદ-૬૨ | રસિકવલ્લભ પદ-૬૩ દયારામ |
પદ-૬૪ → |
પદ ૬૨ મું
દુલરીકંઠે નિર્મળ મોતીજી, કૌસ્તુભમણિની જલહલ જ્યોતિજી;
વિશાળ વક્ષ:સ્થલ હરિભવ્યજી, ભૃગુપદ શ્રીવત્સલક્ષ્મ અસવ્યજી. ૧
કટિ કૃશ પીતાંબર પટ ભ્રાજેજી, રસના તે ઉપર અતિ રાજેજી;
મણિ મુક્તા કંચન સ્ત્રક શ્યામજી, વૃંદાવન માલા રતિ દામજી. ૨
ઢાળ
રતિદામ વિઠ્ઠલ વૈજ્યંતી અંગદ ભુજ અતિરૂપ;
કર કંકણ કંચન મુદ્રિકા, ગ્રહિ મુરલી અતિ અનૂપ. ૩
વર વાઘો અદ્ભુત ઉપરણો, નૂપર ઝમક જુગ પાય;
ચારુ ચિહ્ન ષટ દશ તે તલે, ધરે ધ્યાન યોગીરાય. ૪
સ્વસ્તિકોણ ને જંબુ જવ પવિ ધ્વજ સુઉર્ધ્વરેષ;
અંકુશ અંબુજ દક્ષિણાંધ્રિ, નવ ન ન્યુન વિશેષ. ૫
મત્સ્ય ત્રિકોણ ધનુષ મધવા, કલશ મંડલ નામ;
ગોચરણ ને અધ ચંદ્રમા, છે લક્ષ્મ સપ્ત પદ વામ. ૬
લીલા કમલ કર ફેરવે, ભવ રમણ હેતુ જેહ;
ઇત્યાદિ સાભિપ્રાય સહુ ધરિ વસ્તુ હરિજન સ્નેહ. ૭
એ રૂપનું ચિંતન કર્યે ઉર વસે એજ સ્વરૂપ;
જન દયા પ્રીતમ શ્રીપુરુષોત્તમ અખિલ વ્રજના ભૂપ. ૮