રસિકવલ્લભ/પદ-૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૭૩ રસિકવલ્લભ
પદ-૭૪
દયારામ
પદ-૭૫ →


<poem>તેં કથા સાંભળી બહુ જનજી, પણ પરિક્ષિત સરખું નહિ મનજી;

માટે ન થતું ફળ તતખેવજી, વક્તા તેના તે શુકદેવજી. ૧ તરે તુંબિકા આશ્રિત તારેજી, અનુભવ સહુને શાસ્ત્ર પોકારજી; વણ મો ઉર હોય રહિત વિકારજી તરે, ન તારે લીલી લાગરજી. ૨

ઢાળ

સત્સંગના ફળની સિદ્ધિ માટે હૃદયની નિર્મળતાની અપેક્ષા

લીલી ન તારે તુંબી ત્યમ, ન ફલે સમલ જન સંગ; ફરી તેનું તે જ કરે સુકાર્ય, વિકાર થાતાં ભંગ. ૩ આર્દ્ર વસ્ત્ર અડે અવર, ભીંજવે તે પણ વાસ; અડ્યું વસન સૂકું શુષ્કને, ત્યાં નહિ શીતાભાસ. ૪ મલયાદ્રીદ્રુમ ચંદન સહુ, પણ નહિ એરંડ ન વંશ; ઉર ગ્રંથીયો તે માટે ત્યમ, સત્સંગ ફલે ન નીસ્સંશ. ૫ શતકલ્પનીરનિમગ્ન, ઉર પાષણ આગ ન જાય; કદી અષ્ટ યામ ઉકાળિયે, કાંગણું ન કોમળ થાય. ૬ જ્યમ ચિત્ર કેરાં ચંદ્રથી નવ શમે તન પરિતાપ; ત્યમ ગગનશશિથી પણ ન ઉભળે ચિત્ર ઉદધિ આપ. ૭ જીજ્ઞાસુ ઉપદેષ્ટા ઉભય હોય, ઉચિત ટળે ભવ રોગ; જન દયાપ્રીતમ કૃષ્ણકરુણા, તવ મળે એ યોગ. ૮ -૦-