રસિકવલ્લભ/પદ-૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← રસિકવલ્લભ/પદ-૭૨ રસિકવલ્લભ
પદ-૭૩
દયારામ
રસિકવલ્લભ/પદ-૭૪ →


<poem>

સાધુપુરૂષનાં લક્ષણ ગુણ સાધુના હોય જ એવાજી, પરોપકારી ચાહે ન સેવાજી; દોષ કરે બહુ પરના પાનજી, પ્રકટ કરે ગુણ અલ્પ મહાનજી. ૧ ગરલ દોષ સાગર પીધોજી, ચંદ્ર ચતુર્થી ભાલે દીધોજી; દુર્લભ સાધુ મળવા એવાજી, મળે પ્રસન્ન જો હોય હરિદેવાજી. ૨

ઢાળ

સાધુ પુરુષોની દુર્લભતા અને ભગવત્કૃપાથી તેની પ્રાપ્તિ

હરિદેવની કરૂણાબલે ભગવદીય એવા ભેટે; ભક્તિ ઉદયે અનપાયિની, દુષ્કૃત દુ:ખ સહુ મેટે. ૩ એમ સુણી બોલ્યો શિષ્ય, ‘શ્રીગુરૂ મહાપ્રબલ સત્સંગ; સત્સંગ કેટલા કરે જે પણ નથી ચઢતો રંગ, ૪ તેનું કશું કારણ હશે, મહારાજ મુજને ભાખો ? શી પેર લાગે સંગ સજ્જન ? તે વિધિ કહિ દાખો.’ ૫

સત્સંગ થવાનો ઉપાય

સુણ શિષ્ય પ્રતિઉત્તર કરું, બોલિયા શ્રીગુરુરાય; ‘છે ઓછપ એકેકી ઉભયમાં, ટળે કારજ થાય. ૬ આતુર પરિક્ષિત શુદ્ધ શ્રોતા, વક્તા શુક શુચિ ગ્રામ; ફલીભૂત સંગતિ શીઘ્ર થઇ, નૃપ મળ્યું અચ્યુત ધામ. ૭ શ્રોતા તથા વક્તા બરોબર, મળે ત્યાં શી વાર ? જણ ડાયાપ્રીતમ કૃષ્ણપદપંકજ, ઉભય ચિત્ત તાર. ૮  -૦-