રસિકવલ્લભ/પદ-૮૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૮૦ રસિકવલ્લભ
પદ-૮૧
દયારામ
પદ-૮૨ →


પદ ૮૧ મું


અસિત કુટિલ કચ નંદકુમારજી, પરશુરામ તેનો અવતારજી;
સહજ સ્નિગ્ધતા ક્રાંતિ કેશજી, ધન્વંતરીજી તેનો વેશજી. ૧

નરનારાયણ પ્રસન્ન વદનજી, વરદ કમલ લોચન ધ્રુવ જનજી;
ચિંતાકૃતિ છે વેદવ્યાસજી, કલ્કી ઈશ્વરતાથી પ્રકાશજી. ૨

ઢાળ

ભૂમા ક્ષીરાબ્ધિ આદિ વળી સત્ય શ્રીમન્નરનારાયણ;
પ્રદ્યુમન અનિરુદ્ધ વાસુદેવ ચોથા વ્યૂહ શ્રીસંકર્ષણ. ૩

ગોલોક અક્ષર બ્રહ્મપૂર શ્વેદ્વિપાદિ હરિ ઠામ;
જ્યહાં ગયે ના પડવાપણું સ્વયં પૂર્ણ મહદ્ તે વામ. ૪

ઐશ્ચર્ય ષટ્ શ્રીકૃષ્ણનાં, ષટ્ નારાયણનાં રૂપ;
છે ચતુષ્ટય અંત:કરણો ચો વ્યૂહ શ્રીવ્રજભૂપ. ૫

સદ‌રૂપ સમજ વિરાટ અક્ષર, બ્રહ્મ ચિદ્ કહે છંદ;
છે નારાયણ આનંદમય, શ્રીકૃષ્ણ પરમાનંદ. ૬

રાધિકાવરની સચ્ચિદાનંદતા

સચ્ચિદાનંદ સ્વરૂપ તે, સમજવું એણી રીત;
છે સદાનંદ શ્રીરાધિકાવર, તે શું કરવી પ્રીત. ૭

શ્રીકૃષ્ણનુંજ પૂર્ણાનંદત્વ

પ્રાકૃત સકલ સુર બૃહદ્, ગણિતાનંદ ભાખ્યું બ્રહ્મ;
જન દયાપ્રીતમ પૂર્ણાનંદ, શ્રીકૃષ્ણ પુરુષોત્તમ ૮
-૦-