લખાણ પર જાઓ

રસિકવલ્લભ/પદ-૮૨

વિકિસ્રોતમાંથી
← પદ-૮૧ રસિકવલ્લભ
પદ-૮૨
દયારામ
પદ-૮૩ →



પદ ૮૧ મું

કૂટસ્થ લગી છે ગણિતાનંદજી, તો શું લેખું સુરસુખ મંદજી;
કહેશે ગણિત શી રીતે જાણુંજી, સુણ તે શ્રુતિનો અર્થ વખાણુંજી.
જેટલો આનંદ દેશાધિપજી, શત ગુણ તેથી નાયક દ્વીપજી;
ચક્રવર્તિને શતગુણ લહિયેજી, શત ગુણ તેથી સુરપતિ કહિયેજી.

ઢાળ

લહી ક્રમે શતગણું સુખ મહર્જન, તપવિધિ શિવલોક;
તે થકી છે શતગણો, મોક્ષાનંદ અક્ષર ઓમ્.
ગણના થઇ તે માટ ગણિતાનંદ કૃષ્ણ સદન;
એ આધ્યાત્મિક શ્રીસ્વરૂપ છે, જ્યહાં લીન મહામુનિજન.
છે તેથી શ્રીપુરુષોત્તમ, જ્યહાં આદિ વૃંદાવન;
લીલા અચલના વિહારી જ્યહાં ગમ્ય નહિ ગો મન.

શ્રીઅંગની સૃષ્ટિ જ્યહાં સામગ્રી સહુ નિજરૂપ;
આનંદમય ત્યાં અખિલ ક્રીડા, નિત્ય અતિ અનૂપ.
જે થકી શ્રેષ્ઠ ન કશું વ્યાપિ, વૈકુંઠ વેષ્ઠિત લોક;
જ્યાં થકી પુનરાવૃત્તિ નહિ, નહિ જ્યાં સ્વપ્નામાં શોક.
હરહિરણ્યગર્ભાદિક ન ગતિ જ્યાં, સકલ સુંદરી ગ્રામ;
છે દયાપ્રીતમ પુરુષોત્તમ, પુરુષો પૂરણકામ.