રસિકવલ્લભ/પદ-૮૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૮૨ રસિકવલ્લભ
પદ-૮૩
દયારામ
પદ-૮૪ →


પદ ૮૩ મું


વૃંદાવનનું વર્ણન

રમણિક શ્રી વૃંદાવન ધામજી, નવ દ્રુમવેલી અતિ અભિરામજી;
સ્વચ્છ મનોહર મૃદુમણિમય ક્ષમાજી, અચલાનંદમય પૂરણ ચંદ્રમાજી. ૧

જ્યાં શ્રીયમુના સરિતાકારજી, મણિપુરજટિત તટ છબી સારજી;
પુષ્ય પુલિન સુંદર સોપાનજી, કમલ કુમુદ નાનાં અલિગાનજી. ૨

ઢાળ

કરે ગાન મધુકર મનોહર, મન મત્ત મન મકરંદ;
ત્યાં ત્રિવિધ પવન વહે સુખદ શીતલ સુગંધિ મંદ. ૩

કંચનલતા, મલ્લિકા, માલતી, કેતકી, રહી ફૂલી,
ચંપક, બકુલ, કહ‌્લાર, પ્રફુલ્લિત, વલ્લરી રહૂ ઝૂલી. ૪

મણિ રત્નમય ગિરિરાજશ્રી, શ્રીનાથ મન લોભાય;
અવ્યક્ત મધુર સુશબ્દ દ્વિજિગણ, શોભા કહી નવ જાય. ૫

શતપત્ર લોચન સુંદરી, શ્યામા તણાં બહુ વૃંદ;
તે મધ્ય વિલસે લાલ નટવર, રસિકમણિ ગોવિંદ. ૬

નિત્ય નવલ રાસ વિલાસ, રચના કથનમાં કયમ આવે ?
છે નિત્યલીલા અપ્રકૃત, આનંદમય શ્રુતિ ગાવે. ૭

સૃષ્ટિના ત્રણ પ્રકાર-પુષ્ટિ, પ્રવાહ, અને મર્યાદા

એ પુષ્ટિસૃષ્ટિ સર્વની, શ્રીઅંગથી ઉત્પત્ય;
જન દયાપ્રીતમ કૃષ્ણરૂપ, વના ઠરે નહીં મત્ય. ૮
-૦-