રસિકવલ્લભ/પદ-૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← પદ-૮૩ રસિકવલ્લભ
પદ-૮૪
દયારામ
પદ-૮૫ →પદ ૮૪ મું

મરયાદા સૃષ્ટિ જે વખાણી જી; તેહેની હેતુ હરિની વાણી જી,
મન થકી ઉપની સૃષ્ટિ પ્રવાહ જી, સહુનું કારણ રાધાનાહજી. ૧

પૃષ્ટ-સૃષ્ટિ છે સહુથી શ્રેષ્ઠ જી; શ્રી પુરુષોત્તમ જેહેના ઇષ્ટ જી,
તે શ્રીપુરુષોત્તમ સ્વયમેવ જી; દ્વિજકુલ પ્રકટ્યા વલ્લભદેવ જી. ૨

ઢાળ

ઉથલો શ્રીવલ્લભદેવોત્મજ સંકુલ શ્રી વિઠ્ઠલેશાચાર્ય;
પરબ્રહ્મ પૂરણ આપ પ્રગટ્યા દૈવી કરવા કાર્ય. ૩

પથ-પુષ્ટિ પ્રકટ કરયો પુનિત પ્રથવીંતળ્યે પરમેશ;
કેવળ પ્રમેય બળ્યે કરી તારવા દૈવી આશેષ. ૪

શરણાત્મભાવ્યેં શરણ ગ્રહિ સેવવા સુંદરશ્યામ,
વિશ્વાસ દૃઢ હરિ સંત ગુરુ, નહિ અવર સાધન કામ. ૫

સમપર્તિ વસ્તુ લે નહિ, આશ્રય અનન્ય અખંડ,
તદઅર્થ સાધન સકળ શ્રીગુરુ કરે હતિ સહુ દંડ. ૬

શુભ કૃતિ સહુ સહજ્યે બણે બળ કૃષ્ણ કરુણાદૃષ્ટિ,
નિજ બળ્યેં લીલા નિત્ય આપે નંદસુત સુરસૃષ્ટિ. ૭

એ શ્રીવલ્લભકૃત પૃષ્ટિપથ શિવ બ્રહ્માનો ન પ્રવેશ,
વણશ્રમ મળે જન દયા-પ્રીતમ કૃષ્ણ શ્રી રાધેશ.. ૮

(પૂર્ણ)