રસિકવલ્લભ/પદ-૯૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૮૯ રસિકવલ્લભ
પદ-૯૦
દયારામ
પદ-૯૧ →પદ ૯૦ મું
તીર્થ પુષ્કરાદિક જગ જેહજી; શ્રીગંગદિક સરિતા તેહજી;
હરિ આદિ સુર ક્ષણ ન ખસેછેજી, તુલસીદલને વિષે વસેછેજી. ૧

તુલસી વન જ્યાં હોય અભિરામજી, ત્યાં બે ઘડી જે કરે વિશ્રામજી;
કોટિ જન્મનાં મહાઅધ છૂટેજી, અલગ અવિદ્યા કાલ ન કુટેજી. ૨

ઢાળ

કુટે ન કામાદિક સહુ, અધ દુઃખ દહે દર્શન;
અભુવંદને મહારોગ નાશે, સ્પર્શ પાવન તન. ૩

સિંચતાં તુલસી ત્રાસ અંતક, મહાપદ યશ કાન;
હરિ ચરણ દલ અર્પ્યે અમિત ફલ, પરમાનંદ ગુનગાન. ૪

શ્રી તુલસીકાષ્ઠાગ્નિ થકી, દહ્યું હોય જેનું શરીર,
તેને ન પુનરાવૃત્તિ કો દિન, વણ ભજે યદુવીર. ૫

અગમ્યાગમનાદિ મહાપાતક ગળ્યો કદિ હોય;
તોહે પ્રેત ન થાય, વસે વૈકુંઠ તીર્થ પ્રાપ્ત ન કોય. ૬

હરિ અર્થ રોપી કોમલ દલ, હરિ ચરણ અર્પે જેહ;
અપરાધ અગણિત દગ્ધ કરિ, હોય કૃષ્ણવલ્લભ તેહ. ૭

શ્રી તુલસી નિર્મલ નામ જપથી, સદા પૂરણ કામ;
અતિ દયા પ્રીતમ પ્રીત્યે, વૃંદાવન વૃંદા નામ. ૮
-૦-