રસિકવલ્લભ/પદ-૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૯૭ રસિકવલ્લભ
પદ-૯૮
દયારામ
પદ-૯૯ →


પદ ૯૮ મું

<poem> મન વિભૂતિ માનવ કેરીજી, જ્યમ ઇચ્છા ત્યમ નાખે ફેરીજી; જડ જ્ઞાની, જ્ઞાની જડ હોયજી, શોક હર્ષદા મન પણ નોયજી. ૧

જીવ સર્વેને ભાવે રૂડુંજી, ક્યમ થવા દે ચલણે કુડુંજી; સુખદુઃખ પ્રભુ આપ્યું સહુ લે છે જી, ચલણ નથી માટે સહી રહે છે જી. ૨

ઢાળ રહે છે સહુ જ્યમ રાખે હરિ. તું તદા પૂછીશ પ્રશ્ન; કો દુઃખી છે કો સુખી, ક્યમ ભેદ દૃષ્ટિ કૃષ્ણ. ૩

નથી ભેદ તો ભગવંતને ભવ ખેલ રચિ નિજ જોય; છે વિચિત્ર લીલા કૃષ્ણની ધણીનું ધણી નથી કોય. ૪

છે મૂલ જોતાં એમજ સહુ, પછી સમાધાન અનેક; નથી પુણ્ય પાપ પ્રભુ કશું, વિભુ વિરલ એહ વિવેક. ૫

'અહંમમ' ભાવનો ત્યાગ તથા સાર્થક્ય

નિપજે ન કશું કો તદપિ હુંપદ હરિ માયા જોર; ત્યારે અહં મમતા ટળે, કર ગ્રહે નંદકિશોર. ૬

હું હરિનો હરિ મહારા, મનથી એવું જ થાય; હરિ કૃપા તસ્કર વોળાવા, અહં મમ સફળ થઈ જાય. ૭

કૃતિ શુભાશુભ બલ દીપથી, પણ દીપ જેમ નિર્લેપ; ત્યમ દયાપ્રીતમ કૃષ્ણ બલ સહુ બને ન અડે ચેપ. ૮ -૦-