લખાણ પર જાઓ

રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/નૂર–ઉન્‌–નિસા

વિકિસ્રોતમાંથી
← દાઈ કોયલ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
નૂર–ઉન્‌–નિસા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
નીરકીકુમારી →


५३-नूर-उन्-निसा

મોગલ વંશની પડતી દશા આવી ત્યારે એમનું શૂરાતન, ગૌરવ, બહાદુરી બધું ઘટી ગયું હતું, બલકે લુપ્ત થઈ ગયું હતું એમ કહીએ તો ચાલે. પણ એ વખતમાં વિદુષી મહિલાઓની ખોટ નહોતી પડી. પહેલા બહાદુરશાહની પત્ની નૂર-ઉન્-નિસા એમાંની એક હતી. એ મિરઝા સજર નઝમ સોનીની કન્યા હતી. એ ઘણી વિદુષી હતી. ખાફીખાં લખી ગયો છે કે, તે હિંદી ભાષામાં સુંદર કવિતા રચતી.

બહાદુરશાહ ઇ. સ. ૧૭૦૭ માં ગાદીએ આવીને ૧૭૧૨ માં મરણ પામ્યો હતો. એની વિદુષી પત્નીના જન્મમરણની સાલ અમને મળી નથી.