લખાણ પર જાઓ

રાસતરંગિણી/મહિયર

વિકિસ્રોતમાંથી
← ઝેર રાસતરંગિણી
મહિયર
દામોદર બોટાદકર
શબ્દકોષ →


મહિયર

(પારસપીપળા હેઠ જોગીડો રમે જુગટે રે માણારાજ–એ ઢાળ.)

મીઠડી મહિયરમાણ્ય
સદા મને સાંભરે રે, માણારાજ !

હીબકે હૈયું ભરાય,
અાંખડીએ આંસુ ઝરે રે, માણારાજ !

મીઠડો, દાદાનો દેશ
શીળો સોહામણો રે, માણારાજ !

શીળાં નદી કેરાં નીર,
શીળાં શાં સરોવરો રે, માણારાજ !

અાંબલિયો એ ઉદાર
રસેભર્યો રાજતો રે, માણારાજ !

અંતરનો એ આરામ
મગનમહિં ગાજતો રે, માણારાજ !

ડાળિયે દેવના વાસ,
પ્રીતિ ઝરે પાંદડે રે, માણારાજ !

સુરભિએ અાભ સિંચાય,
સુધા એને છાંયડે રે માણારાજ !

ત્યાં રમતા અમે રાસ
સાહેલીના સંગમાં રે, માણારાજ !

ખેલતાં બાલુડાં ખેલ
અનેરા ઉમંગમાં રે, માણારાજ !

ત્યાં નહિ તરણિના તાપ,
વાયુના વંટોળિયા રે, માણારાજ !

ત્યાં નહિ મેધના માર,
રજે નહિ રોળિયાં રે, માણારાજ!

વેરભર્યા વિખવાદ
કાને કદી નવ પડે રે, માણારાજ !