લખાણ પર જાઓ

રાસતરંગિણી

વિકિસ્રોતમાંથી
રાસતરંગિણી
દામોદર બોટાદકર
૧૯૫૭







રા સ ત રં ગિ ણી


દામોદર ખુ. બેટાદકર

:સંપાદક :

જમુભાઈ વ. દાણી


૮૦ નયા પૈસા



એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
પ્રિ ન્સે સ સ્ટ્રીટ : મુંબઈ : ૨

રા સ ત રં ગિ ણી


કર્તા

સ્વ. દામોદરદાસ ખુશાલદાસ બોટાદકર


: સંપાદક :
જ મુ ભા ઈ વ. દા ણી

ભાષાવિશારદ

૮૦ નયા પૈસા


એન. એમ. ત્રિપાઠી પ્રાઈવેટ લિમિટેડ
બુકસેલર્સ : : પબ્લિશર્સ
પ્રિન્સેસ સ્ટ્રીટ,: મુંબઈ-૨

સૂચના
સ્વ. કવિ બેટાદકરના કાવ્યસંગ્ર:-(૧) કલ્લોલિની (૨) સ્રોતસ્વિની
(૩) નિર્જરિણી (૪) રાસતરંગિણી (૫) કેવલિની અને (૧) કાવ્યસરિતા
માંનાં સર્વ કાવ્યો માટેનો કોપીરાઈટ સંપાદકનો છે, એ કાવ્યોમાંથી
કોઈપણ કાવ્યનો ઉપયોગ કોઈ પણ પુસ્તક માટે યા બીજી રીતે કરતા
પહેલાં સંપાદકની પરવાનગી મેળવવી.

‘રાસતરંગિણી 'નો સત્કાર
કુલ ૨૧૮૦૦ નકલો
પહેલી આવૃત્તિ : ઈ. સ. ૧૯૨૩, પ્રતિ ૧૦૦૦
બીજી આવૃત્તિ : ઈ. સ. ૧૯૨૪, પ્રતિ ૨૫૦૦
ત્રીજી આવૃત્તિ : ઈ. સ. ૧૯૨૫, પ્રતિ ૨૫૦૦
ચોથી આવૃત્તિ : ઈ. સ. ૧૯૨૮, પ્રતિ ૨૫૦૦
પાંચમી આવૃત્તિ : ઈ. સ. ૧૯૩૧, પ્રતિ ૨૫૦૦
છઠ્ઠી આવૃત્તિ : ઈ. સ. ૧૯૩૫, પ્રતિ ૨૫૦૦
સાતમી આવૃત્તિ : ઈ. સ. ૧૯૪૦, પ્રતિ ૨૨૦૦
આઠમી આવૃત્તિ : ઈ. સ. ૧૯૪૫, પ્રતિ ૨૦૦૦
નવમી આવૃત્તિ : ઈ. સ. ૧૯૪૮, પ્રતિ ૧૮૫૦
દસમી આવૃત્તિ : ઈ. સ. ૧૯૫૭, પ્રતિ ૨૨૫૦

પ્રકાશક
પરમસુખ પંડ્યા
એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
બુકસેલર્સ : પબ્લિશર્સ
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ ૨
મુદ્રક :
નાનાલાલ સોમાલાલ શાહ
સર્વોદય મુદ્રણાલય
મુ. સાદરા : સ્ટે. ડભોદા
(એ. પી. રેલ્વે)
 

દસમી આવૃત્તિ વેળાએ
બે શબ્દો

રાસઘેલું ગુજરાત અને ગુજરાતણ બહેનો કદરદાન છે, ચરખાથી શાદાયે ગાજતા ને ગૂંજતા ગુજરાતને ગૃહે ગૃહે આજે કવિ બેટાદ કરના રાસના મીઠા સ્વરો ગૂંજે છે એ ગીતોએ અનેક બહેનોનાં જીવનમાં મધુરા કિલ્લોલ પૂર્યો છે. સૌના એ ભાવથી વધુ મીઠો બનતો આ રાસ સંગ્રહ, આજ દસમી વાર પ્રગટ થાય છે. એ એની લેાકપ્રિયતા સાક્ષી પૂરે છે.

કવિશ્રીના અવસાન બાદ એમનાં પ્રકાશનોનો વહીવટ કરી સહાય કરનાર નિઃસ્વાર્થી અને સેવાભાવી મિત્ર સ્વo જયકૃષ્ણભાઈ વર્માને હું જેટલો આભાર માનું એટલો ઓછો છે.

અન્ય પુસ્તકોની તુલનામાં, કવિશ્રીના આ રાસ સંગ્રહ ખૂબ જ લોકપ્રિયતા પામ્યો છે એ સત્ય છે. અને છતાં, આવા પુસ્તકનો આજની અસંખ્ય કન્યાશાળાઓમાં, પુસ્તકાલયોમાં અને ઈનામ ઉપહારમાં જોઈએ તેટલે સત્કાર નથી થતો એ દુઃખની વાત છે. ગુજરાતની જનતા એટલું કરશે જ એવી હું શ્રદ્ધા સેવું છું.

કવિશ્રીના આ રાસ અને રાસના સૂરોની સાથે સાથે એ ગીતોની પાછળ વહેતા કૌટુંબિક મીઠાશનો પ્રવાહ ગુજરાતનાં ધરોમાં ઊતરશે તે કવિનો આત્મા વધુ આનંદશે ને ઉલ્લાસશે.

૫અ/૫૧, સોનાવાલા બિલ્ડીંગ,
તારદેવ, મુંબઈ ૭
૧૦-૭ -'૫૭
}
જમુભાઈ દાણી

આમુખ
[બીજી આવૃત્તિ માટે]

સ્વ. કવિ બોટાદકરના જીવનનો મોટો ભાગ અપ્રસિદ્ધ દશામાં ને ઘણે અંશે સાઅક્ષરોની અને સમાજની ઉપેક્ષા સેવવામાં જ ગયો હતો; એ જ કારણે અંતનાં પાંચ વર્ષોંમાં તેમનાં કાવ્યોને મળેલા આદરથી કવિને ઠીક આત્મશ્રદ્ધા આવી હતી. 'રાસતરંગિણી'એ કવિની એ ખ્યાતિમાં ઓર ઉમેરો કર્યો, ને પોતે જ એ પુસ્તકની આવૃત્તિ એક વર્ષમાં પ્રસિદ્ધ કરી શકયા હતા. આટલા આદરથી પણ રવ. કવિ બેટાદકરે ભૂતકાળ વિસારે પાડી મરણપથારીએથી, ગુજરાતે કરેલ કદર માટે ઘણો સંતોષ જાહેર કર્યો હતો. તો તેમના અવસાન કાળ પછીમાં થયેલ કદર અને ચારે તરફથી દર્શાવાયેલ સદ્ભાવથી કવિના આત્માને કેટલી શાંતિ મળી હશે, એ સહજ કલ્પી શકાય એવું છે.

સદ્ગતના અવસાન પછી તો જાણે કવિ પરના અને 'રાસ- તરંગિણી' માટેના ભાવની જબ્બર ભરતી આવી; ને એ સ્વાભાવિક જ હતું. પરિણામે બીજી અાવૃત્તિની બે હજાર નકલ પણ પ્રસિદ્ધિ બાદ છ માસમાં જ ઉપડી ગઈ હતી. આ ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવામાં કેટલાંક અનિવાર્ય કારણોને લીધે વિલંબ થયો છે, તે માટે કવિતાઉત્સુક વાચકો ક્ષમા આપશે, એવી આશા છે.

આવો સત્કાર આપવા બદ્દલ ગુજરાતને અભિનંદન આપ્યા પછી એટલું તો કહેવું જોઈએ કે હજી કન્યાશાળાઓમાં સુદ્ધાં 'રાસતરંગિણિ' તેનું ઉચિત સ્થાન પામેલ નથી ! કન્યાશાવર્ગ અને સ્ત્રીવર્ગને માટે તો આ રાસ અણમૂલી ભેટ હોવાથી દરેક વિધાર્થિ નીના કંઠમાં એ રમી રહે, 'નવલ ગરબાવળી 'ની માફક દરેક કન્યાશાળામાં એ પુસ્તક દાખલ થાય, નવરાત્ર જેવા દિવસોમાં સેંક ડોની સંખ્યામાં તેની લહાણી કરવામાં આવે, ત્યારે કવિના એ રાસ ઘેરઘેર પહોંચે, ને સદ્ગતની કુટુંબજીવનની ઉદાત્ત ભાવનાઓ પોષવાનો ઉદ્દેશ ફળીભૂત થાય.

મહિલા વિદ્યાલય
ભાવનગર
તા. ૩-૬ - ૨૫
}
લી. સેવક,
(સ્વ.) અમૃતલાલ વલ્લભદાસ દાણી

સત્કાર
[ પહેલી આવૃત્તિનો ]

જગતમાં કેટલાએક ચહેરાઓ જ એવા હોય છે કે જે હજારો માણસોની મેદનીમાંથી જુદા પડી જાય, નજર પર ચડી જાય, અને અંતરમાં ઊતરીને કાયમનું ઘર કરી રહે-કેમ જાણે એને આપણી સાથે જૂની પિછાન હોય ! બોટાદકરના રાસમાં અનેકનાં વદન પર આપણને એવી જ કોઈ ચિરપરિચિત રેખાઓ આંકેલી લાગે છે. કશા યત્નની જરૂર નહિ, કશી સમજ કે સ્પષ્ટતાની અગત્ય નહિ, આપોઆપ એની મધુર પંક્તિઓ જીભના ટેરવા ઉપર રમવા માંડે છે, ને એક વખત વાંચતા જ યાદદાસ્ત ઉપર છપાઈ જાય છે; મારા મનમાં તો આજ એવી અનેક પક્તીઓ રણઝણે છે. એમાંની કઈનું અહીં ટાંચણ કરું, અને કઈને છોડી દઉં ?

આ પુસ્તકની પ્રસ્તાવના લખવાને માટે હું બે કારણથી લલ ચાયો છું એક તો ગામડાના સાદા ભાવોનો હું ભોગી છું. બોટાદ કરના રાસની અંદર આજે ગામડિયાનું હૃદય જ ગાઈ રહ્યું છે. બીજું, હું આ કવિની અત્યાર લગીની કવિતાનો બહુ અનુરાગી નથી બની શક્યો. મને એની કવિતાની મધુર કલ્પના ગમતી, ભરચક વિભૂતિઓ ભાળીને હું આનંદ લેતો, પણ એમની મુશ્કેલ શબ્દરચના, એમનું કઠોર સંગીત, એમનો સ્વાભાવિક વાકયાડમ્બર-એ બધાને ભેદીને મારાથી અંદર ઉતરાતું નહોતું. 'કલ્લોલિની', 'નિર્ઝરિણી', અને 'સ્ત્રોતસ્વિની' નાં સુનીલ, સુમનેાહર નીરમાં નહાવાનું મન થાય, પણ ભીતર પડેલા પથ્થરોનો ભારે ભય લાગે.

આ કારણે આ પુસ્તકની તારીફ કરવામાં એમના પ્રત્યે પક્ષપાતનો અપરાધ થઈ જવાની મને ધાસ્તી નથી.

નિવેદન
[ બીજી આવૃત્તિ ]

આ પુસ્તકની પહેલી અાવૃત્તિ માત્ર છ માસમાં જ ખપી ગઈ હતી, પરંતુ કેટલાક અસૌકર્ય અને અનવકાશને લીધે બીજી આવૃત્તિ બહાર પાડવામાં વિશેષ વિલંબ થઈ ગયો છે. રાસરસિક બહેનો અને બંધુએાએ ધીરજથી એ વિલમ્બ સહી લીધો છે તે માટે તેમનો ઉપકાર માનું છું.

"નિર્ઝરિણી"માંથી લીધેલું 'રાસ' નામનું કાવ્ય પહેલી આવૃત્તિમાં રાસના ક્રમમાં બીજું મૂકવામાં આવ્યું હતું. ભાષાની દૃષ્ટિએ સધળા રાસોથી એ કેવળ જુદું જ પડી જતું હોવાથી આ વખતે તેને નહિ લેવાની ઈચ્છા હતી. પરંતુ રાસ લેતી સુન્દરીઓની એ ક્રીડાનું તેમાં ઉચિત વર્ણન હોવાથી તેનો કેવળ બહિષ્કાર ન કરવાની અનેક મિત્રોની આગ્રહભરી સૂચનાને માન આપી, રાસ સંગ્રહથી ભિન્ન-આગલા ભાગમાં-તે આપવામાં આવ્યું છે. તે સિવાયના બધા રાસો કાયમ રાખવા ઉપરાંત 'સાસરી' 'પનધટ' 'સીમન્ત' અને 'વાત્સલ્ય' એ ચાર રાસ નવા ઉમેરી યોગ્ય ક્રમમાં મૂકવામાં આવ્યા છે.

રા. રા. અમૃતલાલ વલ્લભદાસ દાણી, બી. એ. ( મહિલા વિદ્યાલય, સુરત) અને રા. રા. ઝવેરચંદ કાળિદાસ મેધાણી, બી. એ. ('સૌરાષ્ટ્ર' કાર્યાલય, રાણપુર)ની આ આવૃત્તિના પ્રાકટ્યમાં પ્રથમના જેટલી જ સહાય હોવાનો ઉલ્લેખ કરવાનું વિસરાય એમ નથી.

બોટાદ
તા. ૫-૭-૨૪
}
દામોદર ખુ. બોટાદકર



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.