રાસતરંગિણી/સાસુ

વિકિસ્રોતમાંથી
← દેવર રાસતરંગિણી
સાસુ
દામોદર બોટાદકર
નણદી →



સાસુ
( મારી માને કે'જો તે આણાં મોકલે-એ ઢાળ )

વહે ગંગા મારે ઘરાઅંગણે રે,
એનાં પાછાં ઊછળતાં નીર;
સખિ ! સાસુતણાં સુખ શાં કહું રે !

રમે સુરજ ને સોમ એના અંકમાં રે,
દેવતરુઓ ઉભાં એને તીર. સખિ ! સાસુ૦

<poem>

હું તો ભૂલી ભમું ભવમારગે રે, પડે કાંટામહીં કરી પાય; સખિ ! સાસુ૦ ધણાં ઝેરી જનાવર ઘૂમતાં રે, ભૂંડી હૈયામાં ભીતિઓ ભરાય. સખિ ! સાસુ૦

મને કેડો દેખાડે કને રહી રે, મારો સાચવીને કર સહાય; સખિ ! સાસુ૦ ૨હે વસમા કાંટા વન વીણતાં રે, ઝીલે આડા ઘડી-પળ ધાય. સખિ ! સાસુ૦

ધરી અંગે આભૂષણ ઓપતાં રે, હું તે લાગું લળી-લળી પાય; સખિ ! સાસુ૦ મને ઊંડેરી આશિષ આપતાં રે, એને કાળજે કૈં –કૈં થાય. સખિ ! સાસુ૦

રહે રાજ ત્યજી ઉર રાચતું રે, એની મોટપ કેમ મપાય ? સખિ! સાસુ૦ મારા રૂડા સેહાગની રાખડી રે, નવા જગની એ તે મુજ માય. સખિ ! સાસુ૦

એની સેવા કરી સુખ સાધશું રે, ઉર લેશું ઝીલી ઉરલહાણ; સખિ ! સાસુ૦ એને ? દેશું વિસામો વાટમાં રે, એના પ્રીતિથી પૂરશું પ્રાણ. સખિ ! સાસુતણાં સુખ શાં કહું ના !