રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/અતિમંબે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← લીલાવતી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
અતિમંબે
શિવપ્રસાદ દલપતરામ પંડિત
જયદેવપત્ની પદ્મિની →


१२६–अतिमंबे

કર્ણાટકનિવાસી કવિ ચક્રવર્તી રત્નની પુત્રી હતી. એને જૈનધર્મ ઉપર અગાધ શ્રદ્ધા હતી. એ સદા વ્રતનિષ્ટ રહેતી હતી. ધર્મકાર્યો કરવા તરફ અનું વિશેષ ધ્યાન હતું, એણે સુવર્ણ અને રત્નજડિત એક હજા૨ જિન પ્રતિમાઓની સ્થાપના કરી હતી અને લાખ રૂપિયાનું દાન કર્યું હતું. દાનને લીધે એ એટલી બધી પ્રસિદ્ધ થઈ ગઈ હતી કે, લોકો એને દાનચિંતામણિ કહેતા હતા. એજ દાનલીલા રમણીના સંતોષની ખાત૨ રત્ન કવિએ અજિત પુરાણની રચના કરી હતી,