રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/દાઈ મનમેલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સુલતાના રઝિયાબેગમ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
દાઈ મનમેલ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રૂપસુંદરી (માધવપત્ની) →


१३९–दाई मनमेल

નું મૂળ નામ હમબલ હતું એ ખ્વાજા કુતુબુદ્દીનની કાકીની દાઈ હતી. કુતુબુદ્દીન ખ્વાજા સાહેબ એ દાઈનું સ્તનપાન કરીનેજ ઉછર્યા હતા. ખ્વાજા સાહેબ મોટા સિદ્ધ પુરુષ હતા અને પાછળથી દિલ્હીમાં આવી વસ્યા હતા. દિલ્હીમાં ગયા પછી તેમણે દાઈ મનમેલને પોતાને ત્યાં બોલાવીને ઘણી પ્રતિષ્ઠા કરી હતી. ખ્વાજા સાહેબના સહવાસથી એ દાઈ પણ ધાર્મિક અને સાધ્વી થઈ ગઈ હતી. ઇશ્વરભક્તિમાં તેનો સમય વ્યતીત થતો. ખ્વાજા સાહેબના દર્શનાર્થે આવનારી સ્ત્રીઓને એ ઉપદેશ આપતી તથા તેમના જીવનમાં ધાર્મિકતાનો સંચાર કરતી. ખ્વાજા સાહેબને તેના ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. ઘરનો બધો કારભાર એમણે દાઈ મનમેલને સોંપી દીધો હતો. એ વિનયી અને મર્યાદાશીલ સ્ત્રી હતી. પુરુષોને પોતાનું મોં કદી બતાવતી નહોતી, એની કબર પુરાણી મસ્જિદની સામે પૂર્વી દરવાજા આગળ હજરત ખ્વાજા સાહેબની કબર પાસેજ દિલ્હીમાં છે.