લખાણ પર જાઓ

રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો/લલ્લાવદી

વિકિસ્રોતમાંથી
← પુષ્પાવતી રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો
લલ્લાવદી
શિવપ્રસાદ દલપતરામ પંડિત
રૂપસુંદરી →


९५–लल्लावदी

એક કાશ્મીરી રમણી હતી, કાશ્મીરના એક મુસલમાન સાધુ હઝરત બુલબુલ શાહના ઉપદેશથી તેનાં માતાપિતા મુસલમાન થયાં હતાં. લલ્લા પણ શાહ સાહેબ પાસે ઉપદેશ લેવા જતી હતી. શાહ સાહેબ એક આદર્શ ફકીર હતા. તેના ઉપદેશથી લલ્લાનું જીવન ઉત્કૃષ્ટ અને સંસ્કારી બન્યું હતું. એ ઘણી વિદુષી અને ભક્ત બની હતી. એમ કહેવાય છે કે લોકોના મનની વાત જાણી જવાની તથા ભવિષ્યમાં દૃષ્ટિ નાખવાની અદ્ભુત સિદ્ધિ તેણે પ્રાપ્ત કરી હતી.

ઈ. સ. ૭પ૬ માં તેનું મૃત્યુ થયું.