લખાણ પર જાઓ

વીરક્ષેત્રની સુંદરી/અનંગભદ્રાની જિજ્ઞાસા

વિકિસ્રોતમાંથી
← ચંદુલાલ અને બાજપક્ષી વીરક્ષેત્રની સુંદરી
અનંગભદ્રાની જિજ્ઞાસા
ડો. રામજી (મરાઠી)
૧૯૧૪
ગુણવાન શ્વાન →


અનંગભદ્રાની જિજ્ઞાસા

મારા આ ઉદ્ગારો સાંભળી અનંગભદ્રાએ નમ્રતાથી પ્રાર્થના કરી કે "ડોકટર સાહેબ ! આપે ગઈ રાત્રે પોતાના અનુભવની જે વાર્ત્તા સંભળાવી તે અપૂર્ણ જ રહી ગઈ છે. વીરક્ષેત્રની સુંદરીએ આપને પોતાના શયનમંદિરમાં અટકાવી રાખ્યા હતા તેનો તેમ જ રક્તસેન રાજકુમારની કથાનો પણ અદ્યાપિ અંત જણાયો નથી. એટલે તે દુષ્ટ સ્ત્રીઓના પંજામાંથી તમારે અને રક્તસેન રાજકુમારનો છૂટકો કેવી રીતે થયો, એ સવિસ્તર સાંભળવાની મારી ઉત્કંઠાને હું દબાવી ન શકી અને તેટલા માટે જ હું આજે પણ પાછી અહીં આવી લાગી. માટે કૃપા કરીને એ બન્ને કથાઓ મને પૂરેપૂરી સંભળાવો.” એ તેની આતુરતાને તૃપ્ત કરવા માટે હું તેને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે;-“અનંગભદ્રા ! ત્યાર પછી તે રાજકુમાર તે વેશ્યાને પુનઃ પ્રાર્થના કરીને ચોથી વાર્ત્તા સંભળાવવા લાગ્યો અને તે આ પ્રમાણે:-