શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)/૧. આજ્ઞાસૂત્ર

વિકિસ્રોતમાંથી
શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર (સ્થાનકવાસી)
૧. આજ્ઞાસૂત્ર
જૈન ધાર્મિક સાહિત્ય
૨. કાઉસ્સગ્ગ સૂત્ર  →



શ્રાવક પ્રતિક્રમણ સૂત્ર

ઇચ્છામિ- ઇચ્છું છું
ણં - વાક્યના અલંકારાર્થે વપરાતો શબ્દ.
ભન્તે ! - હે ભગવાન
તુબ્ભેહિં – આપની
અબ્ભણુણ્ણાએ – આજ્ઞા
સમાણે – મળ્યાથી, થવાથી અર્થાત્ આજ્ઞા લઈને

દેવસિયં - દિવસ સંબંધી
પડિક્કમણં - પ્રતિક્રમણ કરવાને, પાપને નિવારણ કરવાને
ઠાએમિ - એક સ્થાને બેસું છું
દેવસિય - દિવસ સંબંધી
જ્ઞાન - સમ્યગ્ જ્ઞાન
દર્શન – સમ્યગ દર્શન - યથાર્થ શ્રદ્ધા
ચારિત્તાચરિતે (ચારિત્ર)- આવતાં કર્મને રોકવાં તે (શ્રાવકના દેશવિરતી ચારિત્રમાં)
તપ - સમ્યક્ તપશ્ચર્યાદિ
અઇયાર (અતિચાર)- લીધેલા વ્રતમાં દોષ લાગ્યો હોય તેનું
ચિંતવનાર્થ - ચિંતન કરવાને કે વિચારવાને અર્થે
કરેમિ - કરું છું
કાઉસ્સગ્ગં - કાર્યોત્સર્ગ - કાયાને સ્થિર રાખવી.


નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં

પછી સામાયિકનો પાઠ ૬ ઠ્ઠો કરેમિ ભંતે "કરેમિ ભંતે થી અપ્પાણં વોસિરામી બોલવો.

અહીં બીજા આવશ્યકની આજ્ઞા લેવી


નોંધ : વિશેષ કાળની અપેક્ષાથી પ્રતિક્રમણના પાંચ ભેદ માનવામાં આવે છે. (૧) દેવસિયં = દિવસ સંબંધી (૨) રાઈયં = રાત્રિ સંબંધી (૩) પક્ખિયં = દર મહિનાની અમાસ અને પૂનમે (૧૫ દિવસે) (૪) ચાઉમ્માસિયં = ચાર ચાર મહિને - કારતક સુધ પૂનમ , ફાગણ સુદ પૂનમ અને અષાડ સુદ પૂનમ (૫) સવંચ્છરિય = વર્ષમાં એક વખત ભાદરવા સુદ પાંચમ

તે અનુસાર પાઠમાં 'દેવસિયં' શબ્દની જગ્યાએ (૧) રાઈયં (૨) પખિય (૩) ચાઉમ્માસિય (૪) સંવચ્છરિય શબ્દ બોલાય.