શ્રી આનંદધન ચોવીશી/શ્રી અનંતનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← શ્રી વિમલનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી અનંતનાથ સ્વામી
આનંદધન
શ્રી ધર્મનાથ સ્વામી →
(ઢબ - પ્રભાતિયું અથવા અખિલ બ્રહ્માંડમાં એક તું )


<poem> ધાર તરવારની સોહલી દોહલી, ચૌદમા જિનતની ચરણ સેવા, ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર ન રહે દેવા... ધાર તરવારની...

એક કહે એવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લ્ચન ન દેખે, ફલ અનેકાંત કિરિયા કરી બાપડાં રડવડે ચાર ગતિમાંહિ લેખે.... ધાર તરવારની...

ગચ્છના ભેદ બહુ નયણે નિહાળતાં, તત્ત્વની વાત કરતાં થકા; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકા, મોહ નડિયા કલિકાક રાજે.... ધાર તરવારની...

વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાયો.... ધાર તરવારની...

દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો, શુદ્ધ શ્રદ્ધાન વિણ સર્વ કિરિયા કરે, છાર પર લીપણું તેહ જાણો.... ધાર તરવારની...

પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્યો ધર્મ નહિં કોઈ જગસૂત્ર સરિખો, સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરીખો.... ધાર તરવારની...

એહ ઉપદેશ સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમેં નિત્ય ધ્યાવે, તે નરા દિવ્ય બહુકાળ સુખ અનુભવી, નિયત આનંદધન રાજ પાવે.... ધાર તરવારની...

-૦-