શ્રી આનંદધન ચોવીશી/શ્રી વિમલનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← શ્રી વાસુપુજ્ય સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી વિમલનાથ સ્વામી
આનંદધન
શ્રી અનંતનાથ સ્વામી →
(રાગ:મહાર ઈડર આંબા આંબલી રે)


<poem> દુઃખ દોહગ દૂરે ટળ્યા રે, સુખ સંપદશું ભેટ ધિંગ ધણી માથે કિયા રે, કુણ ગંજે નર ખેટ. વિમલ જિન દીઠાં લોયણ આજ, મારાં સીધ્યાં વંછિત કાજ... વિલમજિન...

ચરન કમણ કમલા [૧]વસે રે, નિર્મલ હિર પદ દેખ, સમલ અથિર પદ પરિહરે રે, પંકજ પામર પેખ.... વિલમજિન...

મુજ મન તુજ પદ પંકને રે, લીનો ગુણ મકરંદ, રંક ગને મંદર[૨] ધરા રે, ઈંદ ચંદ નગિંદ.... વિલમજિન...

સહિબ સમરથ તું ધણી રે, પામ્યો પર ઉદાર. મન વિશરામી વાહલો રે, આતમચો [૩]આધાર.... વિલમજિન...

દરિશણ દીઠે જિન તણું રે, સંશય ન રહે વેધ, દિનકર કરભર પસંરતાં રે, અંધકાર પ્રતિષેધ.... વિલમજિન...

અમિભરી મૂરતિ રચી રે, ઉપમાન ઘટે કોય, શાંત સુધારસ ઝીલતી રે, નીરખમ તૃપ્તિ ન હોય.... વિલમજિન...

એક અરજ સેવક તણી રે, અવધારો જિનદેવ, કૃપા કરી મુજ દીજીએ રે, આનંદધન પદ સેવ.... વિલમજિન...

-૦-

નોંધ[ફેરફાર કરો]

  1. લક્ષ્મી
  2. મેરુ- સુવર્ણાચલભૂમિ
  3. આત્માનો