શ્રી આનંદધન ચોવીશી/શ્રી વાસુપુજ્ય સ્વામી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← શ્રી શ્રેયાંસનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શ્રેયાંસનાથ સ્વામી
આનંદધન
શ્રી વિમલનાથ સ્વામી →
(રાગ:તુંગિયાગિરિ શિખરે સોહે)


<poem> વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે... વાસુપૂજ્ય...

નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે... વાસુપૂજ્ય...

કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે, એક અનેક રૂપ ન વાદે, નિયતે નર અનુસરિયે રે... વાસુપૂજ્ય...

દ્ઃખ સુખ રૂ અ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.... વાસુપૂજ્ય...

પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે, જ્ઞાન કરણ ફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે... વાસુપૂજ્ય...

આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્વવ્યલિંગી રે, વતુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતિ સંગી રે... વાસુપૂજ્ય...

-૦-