શ્રી આનંદધન ચોવીશી/શ્રી શ્રેયાંસનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રી શીતલનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી શ્રેયાંસનાથ સ્વામી
આનંદધન
શ્રી વાસુપુજ્ય સ્વામી →
(રાગ:ગોડી અહો મતવાલે સાજના)



૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન

(રાગ: ગોડી પ્રભાતી...)


શ્રી શ્રેયાંસજિન અંતરયામી, આતમરામી નામી રે,
આધ્યાત્મ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ પામી રે... શ્રી શ્રેયાંસ... ૧

સયલ સંસારી ઈંદ્રિયરામી, મુનિગણ આતમરામી રે,
મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નોષ્કામી રે... શ્રી શ્રેયાંસ... ૨

નિજ સ્વરૂપ જે જકિરિતા સાધે, તેહ અધ્યાતમ લહીએ રે,
જે કિરિયા કરી ચૌગતિ સાધે, તે ન આધ્યાતમ કહીએ રે... શ્રી શ્રેયાંસ... ૩

નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે,
ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે... શ્રી શ્રેયાંસ... ૪

શબ્દ અધ્યાતમ અરથ સૂણીને, નિર્વિકલ્પ આદર જો રે,
શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ ગ્રહણમતિ ધરજો રે... શ્રી શ્રેયાંસ... ૫

અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે,
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મતવાસી રે... શ્રી શ્રેયાંસ... ૬