શ્રી આનંદધન ચોવીશી/શ્રી મહાવીર સ્વામી

વિકિસ્રોતમાંથી
← શ્રી પાર્શ્વનાથ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી મહાવીર સ્વામી
આનંદધન
(રાગ : ધન્યાશ્રી...)



૨૪. શ્રી મહાવીર જિન સ્તવન

(રાગ: ધનાશ્રી)


શ્રી વીરજીને ચરણે લાગું, વીરપણું તે માંગુ રે;
મિથ્યામોહ તિમિત ભય ભાગ્યું, જીત નગારું વાગ્યું રે... વીરજીને... ૧

છ‌ઉમથ્થ વીર્ય લ્શ્યા સંગે, અભિસંધિ જ મતિ અંગે રે;
સૂક્ષ્મ સ્થૂલ કિયાને રંગે, યોગી થયો ઉમંગે રે... વીરજીને... ૨

અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખે એ;
પુદ્ગલ ગણ તેણે લેશું વિશેષે, યથાશક્તિ મતિ લેખે રે... વીરજીને... ૩

ઉત્કૃષ્ટ વીર્યનિવેસે, યોગ ક્રિયા નવિ પેસે રે;
યોગ તણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન કેસે રે... વીરજીને... ૪

કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે;
શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહણે અયોગી રે... વીરજીને... ૫

વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે;
ધ્યાન વિન્નણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે... વીરજીને... ૬


આલંબન સાધન જે ત્યાગે, પર પરિગણિને ભાગે રે;
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદધન પ્રભુ જાગે રે... વીરજીને... ૭