શ્રી આનંદધન ચોવીશી/શ્રી સુપાશ્વનાથ સ્વામી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← શ્રી પદ્મપ્રભ સ્વામી શ્રી આનંદધન ચોવીશી
શ્રી સુપાર્શ્વનાથ સ્વામી
આનંદધન
શ્રી ચંદ્રપ્રભ સ્વામી →
(તર્જ : - સારંગ તારા મખાર લલનાની દેશી)



૭. શ્રી સુપાર્શ્વ જિન સ્તવન

(રાગ: સારંગ તથા મલ્હાર લલનાની દેશી)


શ્રી સુપાર્શ્વ જન વંદીએ, સુખ સંપત્તિનો હેતુ લલના,
શાંત સુધારસ જલનિધિ, ભવસાગર માંહે સેતુ લલના... શ્રી સુપાર્શ્વ... ૧

સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના,
સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના... શ્રી સુપાર્શ્વ... ૨

શિવશંકર જગદીશ્વરરુ, ચિદાનંદ ભગવાન લલના,
જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરૂપ અસમાન લલના... શ્રી સુપાર્શ્વ... ૩

અલખ નિરંજન વરછલુ, સકલ જંતુ વિશરામ લલના,
અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના.... શ્રી સુપાર્શ્વ... ૪

વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ લલના,
નિદ્રા તંદ્રા દુરદશા, રહિત અબાધિત યોગ લલના... શ્રી સુપાર્શ્વ... ૫

પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના,
પરમ પદારથ પરમેષ્ટી, પરમદેવ પરમાન લલના... શ્રી સુપાર્શ્વ... ૬


વિધિ વિરંચિ વિશ્વંભરુ, હૃષીકેશ જગનાથ લલના,
અધહર આઘમોચન ધણી, મુક્તિ પરમપદ સાથ લલના...શ્રી સુપાર્શ્વ... ૭

એમ અનેક અભિધા ધરે, અનુભવગમ્ય વિચાર લલના,
જેહ જાણે તેહને કરે, આનંદધન અવતાર લલના...શ્રી સુપાર્શ્વ... ૮