શ્રી આનંદધન ચોવીશી/શ્રી ચંદ્રપ્રભ સ્વામી
← શ્રી સુપાશ્વનાથ સ્વામી | શ્રી આનંદધન ચોવીશી શ્રી ચંદ્રપ્રભ સ્વામી આનંદધન |
શ્રી સુવિધિનાથ સ્વામી → |
૮ ચંદ્રપ્રભ જિન સ્તવન
(રાગ: કેદારો - ગોડી)
દેખઆણ દે રે સખી મુને દેખાણ દે, ચંદ્રપ્રભુ મુખચંદ, સખી...
ઉપશમ રસનો કંદ સખી, ગત કલિમલ દુખ દ્વંદ્વ
સેવે સુર નર વૃદ સખી... ૧
સુહમ નિગોદે ન દેખિયો સખી, બાદર અતિહિ વિશેષ સખી
પુઢવી આઉ ન લેખિયો સખી, તેઉ વાઉ ન લેશ સખી... મુને દેખણ દે...૨
વનસ્પતિ અતિ ઘણ દિહા સખી, દીઠો નહીંય દીદાર સખી
બિતિ ચૌરિંદી જલ લીહા સખી, ગત [૧]સન્નિ પણ ધાર સખી... મુને દેખણ દે...૩
સુર તિરિ નિરય નિવાસમાં સખી, મનુજ અનાર જ સાથ સખી,
અપજ્જતા [૨]પ્રતિભાસમાં સખી, ચતુર ન ચઢિયો હાથ સખી... મુને દેખણ દે...૪
એમ અનેક થલ જાણીયે સખી, દરિશણ વિણુ જિનદેવ સખી,
આગમથી મતિ આણિયે સખી, કીજે નિર્મલ સેવ સખી... મુને દેખણ દે...૫
નિર્મલ સાધુ ભગત લહી સખી, યોગ અવંચક હોય સખી,
કિરિયા અવંચક તિમ સહી સખી, ફલ અવંચક જોય સખી... મુને દેખણ દે...૬
પ્રેરક અવ્સર જિનવરુ સખી, મોહનીય ક્ષય જાય સખી
કામિત પૂરણ સુરતરુ સખી, આનંદધન પ્રભુ પાય સખી... મુને દેખણ દે...૭