શ્રી આનંદધન ચોવીશી/શ્રી સુવિધિનાથ સ્વામી
← શ્રી ચંદ્રપ્રભ સ્વામી | શ્રી આનંદધન ચોવીશી શ્રી સુવિધિનાથ સ્વામી આનંદધન |
શ્રી શીતલનાથ સ્વામી → |
(૯). શ્રી સુવિધિનાથ સ્વામી
(રાગ: ધનાશ્રી - ગોડી)
સુવિધિ જિણેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે,
અતિ ઘણો ઉલટ અંગધરીને, પ્રહ ઉઠી પૂજીજે રે.... સુવિધિ... ૧
દ્રવ્યભાવ શુચિ ભવ ધરીને, હરખે દેહરે જઈએ રે,
દહતિગ [૧]પણ અહિગમ[૨] સાચવતાં, એકમના ધુરિ થઈએ રે... સુવિધિ... ૨
કુસુમ અક્ષત વર વાસ સુંગંધો, ધૂપ દીપ મન સાખી રે,
અંગ પૂજા પણ ભેદ સુણી એમ, ગુરુમુખ આગમ ભાખી રે... સુવિધિ... ૩
એહનું ફૂલ દોય ભેદ સુણીજે, અનંતરને પરંપર રે,
આણાપાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુગતિ સુર મંદિર રે... સુવિધિ... ૪
ફૂલ અક્ષત વર ધૂપ પઈવો[૩], ગંધ નૈવેધ ફલ જલ ભરી રે,
અંગ અણ પૂજા મળી અડાવિધ, ભાવે ભવિક શુભ ગતિ વરી રે... સુવિધિ... ૫
સત્તરભેદ એકવીસ પ્રકારે, અઠ્ઠોતેર શત ભેદે રે,
ભાવ પૂજા બહુ વિધ નિરધારી, દોહગ દુર્ગતિ છેદે રે... સુવિધિ... ૬
તુરિય ભેદ પડિવતિ પૂજા ઉપશમ ખીણ સયોગી રે,
ચઉહા પૂજા ઈમ ઊત્તર ઝયણે, ભાખી કેવલ ભોગી રે... સુવિધિ... ૭
એમ પૂજા બહુ ભેદ સુણીને , સુખદાયક શુભ કરણી રે,
ભવિક જીવ કરશે તે લેશે, આનંદધન પદ ધરણી રે... સુવિધિ... ૮