સભ્યની ચર્ચા:Naresh Kapadia

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સ્વાગત[ફેરફાર કરો]

પ્રિય Naresh Kapadia, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

 • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
 • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
 • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
 • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
 • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
 • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
 • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
 • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
 • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
 • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
 • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

--Dsvyas (talk) ૦૩:૧૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)

તમારા વિષે[ફેરફાર કરો]

ભાઈ શ્રી. નરેશભાઈ, તમે મદદ:સૂચિ પર જે વિગતો લખી હતી તે તમારી અંગત માહિતી હતી, જે તમારા પોતાનાં પાનાં તમારા વિષે પર યોગ્ય છે. ખરેખરતો એ પાનું સભ્યએ પોતે જ બનાવવાનું હોય અને તેમાં ફેરફાર કરવાનો અધિકાર કોઈને હોતો નથી, પરંતુ તમે નવા સભ્ય છો અને અજાણપણે તમારા પોતાનાં પાનાં પર જે માહિતી હોવી જોઈએ તે તમે અન્ય સ્થળે મુકી હતી તેથી મેં એ પાનું તમારા વતી બનાવ્યું છે. આશા રાખું કે આપને મારી આ ચેષ્ટાથી કોઈ વાંધો નહી હોય.

વધુમાં, તમે જણાવ્યું છે તમે જ્ઞાનકોશ ગુજરાતીમાં વિકસે તે માટે મદદ કરવા તૈયાર છો તો, હાલમાં થોડાઘણા સભ્યો ભેગા થઈને સહકાર્ય કરીને મહાકવિ પ્રેમાનંદની રચના ઓખાહરણ પર કાર્ય કરી રહ્યા છે. જો તમે પણ એ કાર્યમાં જોડાવા ઈચ્છતા હોવ તો અહિં તમારી ઈચ્છા જણાવો. પરિયોજનાના સંચાલક શ્રી અશોકભાઈ મોઢવાડીયા તમારો સંપર્ક કરશે. કોઈ પણ મદદ કે માર્ગદર્શનની જરૂર લાગે તો મારા ચર્ચાના પાને મારો સંપર્ક કરતા ખચકાશો નહિ.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૦, ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)