સભ્ય:Nizil Shah/Sandbox2
વિકિસ્ત્રોત પર આપ ઉપલબ્ધ પુસ્તકો વાંચી શકો છો અને નવા પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં અમારી મદદ કરી શકો છો. કોઈ પણ મદદ માટે સભાખંડ પર તમારા પ્રશ્ન મુકો. બે-ત્રણ દિવસમાં સભ્યો કે પ્રબંધકો આપને જવાબ આપશે. (અનિવાર્ય સંજોગોમાં જવાબ આવતા વાર લાગી શકે છે. ધીરજ રાખશો.)
ઉપલબ્ધ સાહિત્ય કેવી રીતે વાંચશો?
[ફેરફાર કરો]- ઉપલબ્ધ સાહિત્ય ત્રણ રીતે વર્ગીકૃત છે તેની કડીઓ મુખપૃષ્ઠ પર આપેલી છે.
- કૃતિ સુચિ (સાહિત્યના પ્રકાર અનુસાર. જેમકે આત્મકથા, નવલકથા આદિ),
- સર્જક સુચિ (લેખકની યાદી. જેમકે ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી આદિ)
- પુસ્તક સુચિ (પુસ્તક મુજબની યાદી. જેમકે સરસ્વતીચંદ્ર, કલાપીનો કેકારવ આદિ) પર ક્લિક કરી અંતે જે તે પુસ્તક પસંદ કરો. અહીં તમને પુસ્તકની અનુક્રમણિકા નજરે ચડશે. અહીં તમે શરૂઆતથી પુસ્તક વાંચી શકશો. એક પછી એક પ્રકરણ વાંચતા જાવ.
સાહિત્યને PDF તરીકે ડાઉનલોડ કરવા
[ફેરફાર કરો]- જો તમે પુસ્તક તમારા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી ઓફલાઈન (ઈન્ટરનેટ બંધ હવા છતાં) વાંચવા માંગતા હોવ તો તેને PDF તરીકે ડાઉનલોડ કરો.
- કેવી રીતે? (ઉમેરશો)
નવું સાહિત્ય ઉપલબ્ધ કરાવવામાં કેવી રીતે મદદ કરશો?
[ફેરફાર કરો]કયા પુસ્તકો અને કૃતિઓ વિકિસ્ત્રોત પર મૂકી શકાય છે?
[ફેરફાર કરો]જે પુસ્તકો અને કૃતિઓના પ્રકાશનાધિકાર એટલે કે કોપીરાઈટ પૂર્ણ થઇ ગયા હોય તે પુસ્તકો અને કૃતિઓને જ વિકિસ્ત્રોત પર મૂકી શકાય છે. અર્થાત ભારતીય કાયદા મુજબ લેખકના મૃત્યુને ૬૦ વર્ષ થઇ ગયા હોય એ પછી એ પુસ્તકના પ્રકાશનનો હક કોઈ માટે બાધિત રહેતો નથી. કોઈપણ એ પુસ્તક પ્રકાશિત કરી શકે છે. આથી અમે આવા પુસ્તકો અને કૃતિઓને અહીં મુકીએ છીએ. ગુજરાતી સાહિત્યના જાણીતા સાહિત્યકારો જેમ કે ગાંધીજી, નર્મદ, ઝવેરચંદ મેઘાણી, બોટાદકર વગેરેના પુસ્તકોના હવે પ્રકાશનાધિકાર મુક્ત છે. વધુ માહિતી માટે પ્રકાશનાધિકાર નીતિ અને વિકિસ્રોતમાં શું હોઈ શકે (અંગ્રેજીમાં) જુઓ.
શા માટે આ સાહિત્ય વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવવું જોઈએ?
[ફેરફાર કરો]સમય સાથે હવે પુસ્તકાલયોની જાતે મુલાકાત લેનારાની સંખ્યા ઘટતી જાય છે. સાથે સાથે મોબાઇલ અને કમ્પ્યુટર જેવા સાધનો થકી લોકો વિશ્વ આખાની માહિતીને હાથવગી રાખે છે. આવા સમયે ગુજરાતી સાહિત્ય પુસ્તકાલયના બંધ બારણાંને બદલે લોકોને હાથમાં સીધું પહોચે એ માટે આ નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. વિકિસ્રોતની મદદથી ગુજરાતી સાહિત્ય પુસ્તકાલયમાં પડી રહેવાની જગ્યાએ લોકોને ઈન્ટરનેટના માધ્યમથી કોઈ પણ ખર્ચ અથવા જાહેરાતોના નડતર વગર મોબાઈલ અને કમ્પ્યુટર પર ઉપલબ્ધ બને છે. તો આપ પણ અમારા મિશનમાં જોડાઈને આપનું યોગદાન આપો.
કેવી રીતે નવા સાહિત્યને વિકિસ્રોત પર મુકવામાં આવે છે?
[ફેરફાર કરો]કોપીરાઇટ ન ધરાવતા પુસ્તકને મેળવીને સ્કેન કરી તેની PDF બનાવવામાં આવે છે. આ પછી તેને અહીં મુકવામાં આવે છે અને OCR (કમ્પ્યુટરની મદદથી પાનામાં રહેલા શબ્દો વાંચવાની ટેકનોલોજી) ની મદદથી લખાણ તારવવામાં આવે છે. આ લખાણમાં કમ્પ્યુટર બિલકુલ ચોક્કસ ન હોવાથી થોડી ભૂલો રહી જાય છે. આથી તેના એક પછી એક પાનાનું પ્રૂફરીડિંગ (ભૂલશુદ્ધિ) કરી અહીં મુકવામાં આવે છે. આ માટે ભૂલ હોય ત્યાં નાના સુધારા કરી પાનાની ચકાસણી કરી લેવાય છે. હાલમાં જે પુસ્તકનું પ્રૂફરીડિંગ ચાલુ છે તેને આપ મુખ્યપૃષ્ઠની સૌથી ઉપરની રંગીન પટ્ટીમાં હાલમાં ચલતા ભૂલશુદ્ધિ પરિયોજનામાં આપ પણ જોડાઓ પર ક્લિક કરી જોઈ શકો છો.
આ ઉપરાંત સ્વતંત્ર કૃતિઓ ટાઈપ કરીને પણ અહીં મૂકી શકાય છે.
- આપ આ રીતે મદદ કરી શકો:
- પુસ્તકની પ્રત ઉપલબ્ધ કરાવીને
- પુસ્તકને PDF રૂપાંરિત કરાવી દઈને તેને મોકલીને
- કોપીરાઈટ ફ્રી સાહિત્ય ઉમેરીને (દા.ત. વાર્તા, કવિતા અલગથી ટાઈપ કરીને અહીં મૂકી શકાય)
- નવા પુસ્તકોના ભૂલશુદ્ધિ (પ્રૂફરીડિંગ) દ્વારા
આ માટે સૌ પ્રથમ ગુજરાતી કેમ ટાઈપ કરવું એ જાણો.
ગુજરાતી કેવી રીતે ટાઈપ કરશો?
[ફેરફાર કરો]- કમ્પ્યુટર:
- ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી તરફની કોલમમાં ભાષાઓ શબ્દની બાજુમાં આવેલા ચક્ર પર ક્લિક કરી તેમાં ઈનપુટ વિકલ્પ પસંદ કરી ગુજરાતી ભાષા પસંદ કરો અને તમને અનુકૂળ કિ-બોર્ડ પસંદ કરો. દરેક કીબોર્ડ કેવી રીતે વાપરવું તે જે તે કીબોર્ડની બાજુમાં કેવી રીતે વાપરવું ક્લિક કરી જાણી શકાશે. થોડા મહાવરા પછી તમને આ કીબોર્ડ ફાવી જશે.
- ગુગલનું કીબોર્ડ (વિન્ડોઝ માટે): ગૂગલ ઈનપુટ ટુલ્સ પર જઈ જમણી બાજુ Choose your languagesમાં Gujarati કરી નીચે I agree to the Google Terms of Service and Privacy Policy માં પણ કરી ડાઉનલોડ (download) ક્લિક કરો. હવે જે સેટઅપ (setup) ડાઉનલોડ થાય એને ઇન્સ્ટોલ (install) કરવું. તમારા વિન્ડોઝ કમ્પ્યુટરની સ્ક્રીન પર નીચેના સ્ટાર્ટબારમાં જમણે ખૂણામાં EN અથવા GU દેખાશે એની મદદથી હવે અંગ્રેજી અને ગુજરાતી ભાષા વડે તમે કમ્પ્યુટર પર ક્યાંય પણ લખી શકો છે. આમાં Transliteration/લિપ્યંતરણની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો વડે ગુજરાતી લખી શકાશે. (જેમકે AMAR MAJAMA CHHE ≈ અમર મજામાં છે.) થોડા મહાવરા પછી આ કીબોર્ડ તમને ફાવી જશે.
- ગુજરાતીમાં લખવાનો મહાવરો (પ્રેક્ટિસ) આપ અહીં ક્લિક કરીને કરી શકો છો. આ પાટી પર જમણે ઉપર ફેરફાર કરો ક્લિક કરો. હવે જે પાનું ખુલે એમાં તમને ગમે તે લખી પ્રેક્ટિસ (મહાવરો) કરો. અને નીચે પરિવર્તન સાચવો પસંદ કરી તમે એને સેવ (Save) કરો છો. આ પછી તમારું લખાણ દેખાય છે જે સેવ થઇ ગયું છે.
છે ને સરળ? જો આપને કોઈ મુશ્કેલી કે પ્રશ્ન હોય તો સભાખંડમાં પૂછી શકો છો. થોડો સમય રાહ જોશો. અનુકુળતાએ અમારા મિત્રો આપને જવાબ આપશે.
હાલમાં કયા પુસ્તકનું પ્રૂફરીડિંગ ચાલુ છે?
[ફેરફાર કરો]મુખ્યપૃષ્ઠની સૌથી ઉપરની રંગીન પટ્ટીમાં હાલમાં ચાલતા ભૂલશુદ્ધિ પરિયોજના (Proof-reading Project)ની માહિતી આપવામાં આવે છે.
આ સિવાય, મુખપૃષ્ઠ પર તાજી કૃતિઓના ખાનામાં "કાર્યાધિન" શીર્ષક હેઠળ પણ તે માહિતી મળે છે.
આ સિવાય, "સહકાર્ય" ના ખાનામાં " અહીં તે વિષે અમને જણાવો" પર ક્લિક કરતાં હાલની તેમજ જુની ભુલશુદ્ધિની પરિયોજનાની માહિતી મળી શકશે.
કેવી રીતે પુસ્તકનું પ્રૂફરીડિંગ કરશો?
[ફેરફાર કરો]મુખ્ય પાનાની સૌથી ઉપરની રંગીન પટ્ટીમાં હાલમાં ચલતા ભૂલશુદ્ધિ પરિયોજના (Proof-reading Project)ની માહિતી ને છેવાડે "આપ પણ જોડાઓ" એ શબ્દો પર ક્લિક કરતાં, તે પરિયોજનાની ચર્ચાને પાને પહોંચાય છે.
પરિયોજનાના સંચાલન સંબધની માહિતી તે ચર્ચાના પાને મુકેલી હોય છે. તેમાં આખા પુસ્તકના પાનાઓને પાંચ-પાંચ જેટલા પાનાના જૂથમાં વહેંચી દેવાયા છે.
ભુલશુદ્ધિ પરિયોજનામાં જોડાવા ઈચ્છનાર વ્યક્તિએ ગમતા પાના સામે નામ નોંધાવાનું રહે છે. આ માટે,
- ઉપર આકાશી રંગના અક્ષરોમાં લખાયેલ "ફેરફાર કરો" એ અક્ષરો પર ક્લિક કરો - એડિટ મોડ ખુલશે છે.
- જે પાના પર તમે કરવાના હોવ તેની સામે પોતાનું નામ નોંધો. (અથવા -~~~~ ઉમેરો)
- સૌથી નીચે આવેલા "ફેરફારો પ્રકાશિત કરો" એ બટન પર ક્લિક કરી પાનું સાચવી દો.
- ઉપર આકાશી રંગના અક્ષરોમાં લખાયેલ "Index" અથવા "સૂચિ" પર ક્લિક કરો.
- નીચે પૃષ્ઠના પાના નંબર દેખાશે. તેના પર ક્લિક કરી તે પાને પહોંચો. (નીચે આપેલી નોંધ ૧ જુઓ)
- ફરી ઉપર આકાશી રંગના અક્ષરોમાં લખાયેલ "ફેરફાર કરો" એ અક્ષરો પર ક્લિક કરો - એડિટ મોડ ખુલશે છે.
- જમણી બાજુમાં સ્કેન કરેલા પાનાના ફોટો દેખાશે. તે અનુસાર ડાબી બાજુ સરખાવી ભુલશુદ્ધિ (સુધારા) કરો. (નીચે આપેલી નોંધ ૨ જુઓ)
- ભૂલશુદ્ધિ પૂર્ણ થઈ હોય તો પીળા રંગના ગોળ બટન પર ક્લિક કરો. (નીચે આપેલી નોંધ ૩ જુઓ)
- છેવટે સૌથી નીચે આવેલા "ફેરફારો પ્રકાશિત કરો" એ બટન પર ક્લિક કરી પાનું સાચવી દો. (નીચે આપેલી નોંધ ૪ જુઓ)
- આગળના પાને જવા ઉપર આકાશી રંગના ">" બટન પર ક્લિક કરો (નીચે આપેલી નોંધ ૫ જુઓ)
- ખાસ: કોઈ પણ તબક્કે અટવાવ અથવા મુશ્કેલી પડે તો બેધડક સભાખંડમાં પ્રશ્નો પૂછી શકો છો. જ્યાં અન્ય મિત્રો તમને જવાબ આપી મદદ કરશે.
નોંધ ૧ : સૂચિ કે Index પાના પર જમણી બાજુ અનુક્રમણિકા છે. ડાબી બાજુ લાલ/પીળા/લીલા/રાખોડી દેખાય છે. તે જેતે પાનાનો નંબર છે. જે પાનાના નંબર પર ક્લિક કરશો તે પાનું ખુલશે. પીળા રંગે દર્શાવેલા પાનાનું પ્રૂફરીડિંગ થઇ ગયું છે. લાલ રંગે દર્શાવેલા પાનાનું પ્રૂફરીડિંગ બાકી છે. રાખોડી પાનાનું પ્રૂફરીડિંગ કરવાનું નથી કેમકે તે બિનજરૂરી (દાખલા તરીકે પૂંઠા. જાહેરાતો વગેરે) પાના છે. લીલા પાનાનું પ્રૂફરીડિંગ થઇ ગયું છે અને તેને લોક (જેમાં ફેરફાર ના થાય) કરી દીધા છે જેથી હવે એમાં કોઈ ફેરફાર ન કરે.
નોંધ ૨ : એડિટ મોડમાં જે પાનું ખુલશે એમાં જમણી બાજુ એ પુસ્તકનું સ્કેન કરેલું પાનું હશે. ડાબી બાજુએ સ્કેન કરેલા પાનામાંથી OCR (કમ્પ્યુટરની મદદથી પાનામાં રહેલા શબ્દો વાંચવાની ટેકનોલોજી) ની મદદથી ગુજરાતી વાક્યો તારવેલા હશે જેમાં જોડણી અને બીજી ઘણી ભૂલો હશે. આવી ભૂલો એટલા માટે છે કે કમ્પ્યુટર બધું બરાબર વાંચી શકતું નથી. આ ભૂલો આપણે સુધારી પુસ્તક અહીં મુકવાનું છે. OCRનો ફાયદો એ છે કે આપણે બધું જ ટાઈપ કરવું પડતું નથી. ભૂતકાળમાં વિકિસ્રોત પર એક એક શબ્દ ટાઈપ કરી પુસ્તક મુકવામાં આવતું. OCR થી પુસ્તક ઉપલબ્ધ કરાવવું સરળ અને ઝડપી બન્યું છે.
નોંધ ૩ : આખા પાનાંની ભૂલશુદ્ધિ થઇ જાય પછી ફરી એક વાર નજર કરી લો. જો ફાઈનલ હોય તો નીચે જાવ. "સારાંશ"માં તમે કરેલો સુધારા વિષે કંઇક લખવું હોય તો એ જણાવો. તેની નીચે "નાના સુધારા માટેનું બટન" પણ છે. જો નાનો સુધારો કર્યો હોય તો એ પસંદ કરો. બાજુમાં પહેલાં વાત કરી હતી તે રંગોના બટન છે. જો પાનામાં કોઈ લખાણ જ ના હોય તો રાખોડી (બિનજરૂરી પાના માટેનો) રંગ પસંદ કરો. જો પાનામાં કોઈ મુશ્કેલી હોય (જેમકે સ્કેન કરેલું પાનું બરાબર ના દેખાતું હોય) તો જાંબલી રંગ પસંદ કરો. જો પાનાની ભૂલશુદ્ધિ બાકી હોય/અધુરી હોય તો લાલ રંગનું બટન પસંદ કરો. જો પાનું બિલકુલ ભૂલ વગરનું હોય ને ભૂલશુદ્ધિ થઇ ગઈ હોય તો પીળું બટન દબાવો. (લીલા રંગ અંતિમ ચકાસણી પછી એડમીન અર્થાત સંચાલક જ કરી શકે છે.)
નોંધ ૪ : આ સિવાય નીચે ઝલક જુઓ પર પસંદ કરવાથી પાનું સેવ કર્યા પછી કેવું દેખાશે તે બતાવશે પછી ફેરફારો પ્રકાશિત કરો પસંદ કરી, આખરે પાનું સાચવી શકાશે.
નોંધ ૫ : તમારું પ્રૂફરીડિંગ કરેલું પાનું હવે ઉપલબ્ધ છે. છેક ઉપર < · > · પૃષ્ઠ · ચર્ચા · ચિત્ર · ^ છે. તેમાં ^ પસંદ કરવાથી તમે અનુક્રમણિકાવાળા પાને પાછા જશો. < અને > વડે આગલા અથવા પાછલા પાને જશો.
વધુ માહિતી
[ફેરફાર કરો]- વિકિસ્રોત કેમ વાપરવું એની ખુબ ઝીણવટથી આપેલી વધુ માહિતી અંગ્રેજીમાં અહીં ઉપલબ્ધ છે. [લીંક]