સભ્ય:Sushant savla/sandbox/test

વિકિસ્રોતમાંથી

બંગાળી રમણીઓ આગળ નિષ્કામ સંસાર ધર્મનો આદર્શ રજૂ કર્યો છે. કરૂણા રસ ઉત્પન્ન કરાવવામાં વિદ્યાસાગરની અદ્ભૂત શક્તિનું ભાન આ ગ્રન્થમાં થાય છે. એક વિદ્વાને આ ગ્રન્થને ‘આંખનો જુલાબ’ કહ્યો છે.

‘સીતા વનવાસ’ પછી ‘રામનો રાજ્યાભિષેક’ લખવાનો ત્હેમણે આરંભ કર્યો હતો, અને ત્હેના કેટાલાક પાનાં છપાઈ પણ ગયાં હતાં. પણ એવામાં એમને ખબર મળી કે અન્ય કોઈ ગૃહસ્થે વું પુસ્તક રચ્યું છે અને તે પોતાના પુસ્તક કરતાં કાંઈ ખરાબ નથી. એટલે એમણે પોતાનું પુસ્તક છપાવવું માંડી વાળ્યું. સાહિત્ય સંસારમાં આવી ઉદારતા ઘણાં થોડા લોકોમાં જોવામાં આવે છે.

ઈ. સ. ૧૮૬૮ માં ત્હેમણે ‘આખ્યાન મંજરી’ તથા ઈ. સ. ૧૮૭૦માં સટીક ‘મેઘદૂત’ ની રચના કરી. એજ અરસામાં, પોતે મંદવાડને લીધે ‘વર્ધમાન’ રહેતા હતા, ત્ય્હારે કોમેડી ઑફ એરર્સ Comedy of Errors નો અનુવાદ કરીને ‘ભ્રાન્તિ વિલાસ’ ગ્રન્થ પ્રસિદ્ધ કર્યો. શુદ્ધ નિર્મળ હાસ્યના ઉપયોગને માટે ‘ભ્રાન્તિવિલાસ’ બંગાળીઓની આદરની વસ્તુ થઈ પડી છે.

આ ઉપરાંત, કુળવાન બ્રાહ્મણોમાં ચાલતા અનેક સ્ત્રીઓ પરણવાના ચાલ વિરુદ્ધ એમણે અનેક ન્હાના મ્હોટા પુસ્તકો લખ્યાં છે. ત્હેમના લખેલાં, અનુવાદ કરેલાં, તથા સંપાદન કરેલાં પુસ્તકોની સંખ્યા બાવનની છે. એમના પુસ્તકોની ભાષા ઘણી સરળ તથા મધુર છે. બંગાળી ભાષામાં વિરામ ચિહ્નો આદિનો પ્રયોગ એમણે જ પહેલાં શરૂ કર્યો હતો. એ વખતના પ્રસિદ્ધ માસિક પત્રો ‘સોમ પ્રકાશ’ ‘બંગ દર્શન’ અથા ‘તત્ત્વબોધિની પત્રિકા’ વગેરેમાં ત્હેમના લેખો ઘણી વખત આવતા હતા. પોતાના લેખોથી એમણે પત્રોની ભાષા સુધારી દીધી હતી. ત્હેમની સાહિત્ય સેવાથી બંગાળી ગદ્યનું સ્વરૂપજ બદલાઈ ગયું છે.

ભારત વર્ષનો એક સર્વાંગ સુંદર ઇતોહાસ લખવાનો એમને તીવ્ર અભિલાષ હતો. એને માટૅ સામ્ગ્રી એકઠી કરવામાં એમણે ઘણાં વર્ષે