સાર-શાકુંતલ/અંક ત્રીજો
← અંક બીજો | સાર-શાકુંતલ અંક ત્રીજો નર્મદ ૧૮૮૦ |
અંક ચોથો → |
રાજા— (મોટો નિશ્વાસ મૂકે છે) હા ! (થોડીક વારે) હવે ફરવું એ કેમ !
જાણું બળ ત૫નૂં હૂં વળિ મુનિ કન્યા પરવશ એ સાચૂં.
હેઠાણેથી જળ જ્યમ, એનામાંથી વળે ન ચિત પાછું. ૩૭
ભગવાન્ કામદેવ ! તું ને ચંદ્ર બંનેથી કામિજન વિશ્વાસે ઠગાયછે.
બાણો તારાં ફુલડાંનાં,
ટાડાં કિરણો ચાંદાનાં;
બે અજુક્ત દુખ દે છાનાં રે, માહરા જેવાને.
છોડે શશિ અગ્નિ છરતો;
વળિ તું જે શરને ધરતો,
વજ્જરસાં તેને કરતો રે, માહરા જેવાને. ૩૮
(વિચાર કરતાં) હા, તારાં બાણ તીક્ષ્ણ આટલા માટે કે–
શિવકોપ અગ્નિ ભડભડતો,
તારામાં હજુએ બળતો;
સાગરમાં વડવાનળ તોરે, એમ હું જાણું.
નહિતર તું રતિરસઘેલો,
બળિ જઈને ખાખ રહેલો;
થાએ કેમ ઉષ્ણ તપેલો રે, માહરા જેવાને. ૩૯
અરે!
મદન આટલું મેં કહ્યું રે, દયા ન આણે કાંઈ.–
સો સો સંકલ્પે વૃદ્ધિ પમાડ્યો, આમજ કરવું પ્રમાણ !
ચાપને ખેંચી કાન લગી તું, મુજપર મૂકે બાણ.–મદન ૪૦
(આટલું ઠીક છે)
મદન નિત્ય તું જો પીડે, મને ઉપજતું વહાલ. —ટેક.
મોટી ને વળિ ચંચળ જેની નેણ છે કામણગાર;
તેને માટે મારા પર તું બાણથી કરતો પ્રહાર – મદન૦ ૪૧
(ખેદયુક્ત અહીં તહીં ફરી)યજ્ઞસંબંધી કર્મ તો રૂડી રીતે ચાલેછે; હવે બ્રાહ્મણોની આજ્ઞા પામી શ્રમે વ્યાકુળ એવા મારા આત્માને ક્યાં વિનોદ પમાડું ? (નિસાસો મુકી) મારી પ્રિયાના દર્શન વિના બીજું કિયું વિનોદસ્થાન ? તો એનેજ ખોળી કાઢું, (સૂર્ય સામું જોઈ ) આ ઉગ્રતા૫ની વેળા તે ક્યાં ગાળતી હશે ! શકુંતલા સખીઓ સાથે ઘણું કરીને લતા મંડ૫વાળા માલિનીને તીરે હશે; હું ત્યાંજ જાઉં. (અહીં તહીં ફરી જોઈ ) જેમાંથી ફૂલો તોડ્યાં છે તે વજ્ર પાછાં બિડાયાં નથી ને ફૂલ ચૂંટતાં દાંડીમાં જે દૂધ ઝરેલું તે હજી તેવુંજ છે, તે વૃક્ષની કુંજમાં થઈને એ સુતનુ અમણાંજ ગઈ છે. વળી,
આગળથી ઉપડેલાં, પાછળ ઊંડાં નિતંબને ભારે,
પગલાં નવાંજ દીસે, ધોળી રેતી ચળકતિ તે દ્વારે. ૪૨
ઓ તે વૃક્ષડાળની પેલી મેર જોઉંછું તેને! (અહીં તહીં ફરી જોઈ) રે પામ્યો હું નેત્રનું પરમ સુખ ! મારા મનોરથને અતિપ્રિય એવી એ, ફૂલના આસનયુક્ત શિલાપાટ ઉપર પડેલી છે ને સખીઓ સેવા કરેછે. ભલે, હું એઓનું નિભ્રાંત બોલવું સાંભળીશ (એમ જોતો તે બેઠો)
સખી— (વા નાખતી) કમળપત્રને વાએ તને સુખ થાયછે બેન ?
શકું૦— પ્રિય સખિયો ! તમે શું મને વા નાખો છો ?
સખીઓ—(એકમેકના સામું જુએ છે.)
રાજા—( સ્વગત) શરીર અસ્વસ્થ હોય એવું દેખાયછે (વિતર્કે) શું એને લૂ લાગી હશે કે મારા મનમાં છે તે તેના મનમાં છે ? પણ એવો સંદેહ શા માટે?
છાતી પર વાળ કેરો શીતળ લેપ અતીસે;
કમળતંતુનું કડૂં કરે તે કરમાએલૂં દીસે;
વ્યથા છતે પણ વધુ પ્રિયાનું અધિક સોય કરૂં વીસ્મે;
ગ્રીષ્મ કે તાપજ સરખાં રમ્યપણું નહિ ગ્રીષ્મે. ૪૩
અન૦— (હળવે) મારા હૈયામાં પણ એજ સંશય ઊઠ્યોછે; હું એને પૂછું છું(પ્રગટ) બેન શકુંતલા ! મારે પુછવું છે કાંઈ તારા સંતા૫વિષે.
શકું૦— (પાસું મરડી સામું જોયછે.) સખી બોલ, શું પૂછવું છે તારે ?
અન૦— અમે મદનની વાતમાં સમજતાં નથી પણ ઈતિહાસ નિબંધોમાં કામિજનની અવસ્થા સાંભળી છે તે સરખી તારી અમે જોઈયે છિયે, તો કહે, આ સંતાપવિકાર કોણ નિમિત્ત છે ? રોગ જાણ્યા વિના ઓસડનો આરંભ થઈ શકતો નથી.
રાજા— (સ્વગત) અનસૂયાને પણ મારાજ જેવો તર્ક ઊઠ્યો છે.
શકું૦— (સ્વગત) મારો આવેગ તો બળવાન છે પણ તે હું સહસા જણાવી શકતી નથી.
પ્રિયં૦— બેન શકુંતલા ! અનસૂયા સાચું પૂછે છે ; તું તારા રોગને ગણકારતી કેમ નથી ? તું દહાડે દહાડે સૂકાતી જાયછે, માત્ર અંગની લાવણ્યભરી છાયા તને છોડતી નથી.
રાજા— (સ્વગત) પ્રિયંવદા ખરું કહેછે.
મુખ પડ્યું બહૂ ગાલ બેસતે
છબિ ફિકી ખભા છે નમેલ તે;
કઠિણતા ઉરે તો તજી વળી,
કટિ થઈ ગઈ છેક પાતળી;
મદન પીડથી એ પિલાય છે,
ઉભય શેાચ્ય ને દર્શનીય છે;
દિસતિ જેવિ કે માધવીલતા,
સ્મરષિ વાયુએ પત્ર શોધતા. ૪૪
શકું૦— ( નિસાસો મૂકી ) બીજા કોને કહીશ તમને નહિં તો ? પણ તેથી હું તમને શ્રમ આપતી થઈશ.
સખીઓ— બેન એટલાજ માટે અમારો આગ્રહ છે, સ્નેહીજને ભાગમાં લિધેલું દુ:ખ વેદના ખમાય તેવું થાય છે.
શકું૦— જ્યારથી તપોવનની રક્ષા કરનારા તે રાજર્ષિ (મારી નજર?) માં આવી ગયા(એટલું બોલી લજવાઈ ગઈ)
સખીઓ—પ્રિય સખી ! બોલ બોલ. શકું૦ — ત્યારથી તેનામાં ગયેલા અભિલાષે હું આવી અવસ્થાને પામીછું.
રાજા—(સ્વગત-હરખે) સાંભળવાનું હતું તે સાંભળી લીધું
શકું૦— તો, જેમ તમારૂં અનુમત તેમ હું વર્તીશ, કોઈ પ્રકારે પણ તે રાજર્ષિની મારા પર દયા થાય; નહિં તો અવશ્ય તમે મને તિલોદક આપ્યું જાણજો.
રાજા —(સ્વગત) વાહવા, આ વચને તો મારો સંશય છેદી જ નાંખ્યોને.
પ્રિયં૦—(હળવે) અનુસૂયા ! એ અતિ વધીગયેલા કામવાળી બહુકાળ જવો ખમી શકશે નહિં. જેના ઉપર એનું મન લાગ્યુંછે તે પૌરવકુળનું આભૂષણ છે તો તેની સખીની ઇચ્છાને અનુમોદન આપવું એ યુક્ત છે.
અન૦ — (હળવે) તું કહેછે તેમજ.
પ્રિયં૦— (શકુંતલાને) સખી ! તારી ઇચ્છા યોગ્ય પુરૂષ ઉપર થઈ છે. મહાનદી સાગરને મૂકી બીજે ક્યાં ઉતરવાની હતી ? ને માધવીલતાનો અંગિકાર આંબા વિના બીજો કોણ કરે ?
રાજા—(સ્વગત) એમાં શું આશ્વર્ય ? નક્ષત્ર વિશાખા તે ચંદ્રકળાનેજ અનુસરતું ચાલે છે.
અન૦— પ્રિયંવદા ! કીઓ ત્યારે ઉપાય કે જેણે વિલંબ ન લાગતાં ને કોઈના જાણ્યામાં ન આવતાં આપણી સખીનો મનેારથ પાર પડે ?
પ્રિયં૦— કોઈ ન જાણે એને માટે વિચાર કરવાનો પણ વિલંબ ન લાગે તેવો તે સેલો છે.
અનુ૦— તે કેમ ?
પ્રિયં૦— તે રાજર્ષિયે પણ એના ભણી સ્નેહભરી દૃષ્ટિયે પોતાની ઇચ્છા જણાવી છે; તે પણ રાત દહાડો નિદ્રાવિના જાગ્રણે લેવાઈ ગયલો દેખાયછે.
રાજા—(સ્વગત) ખરે હું સૂકાઈ તો ગયો જ છું.
પ્રિયં૦ —(વિચારીને) એણે મદનલેખ કરવો, હું તેને ફૂલમાં સંતાડી દેવના (______) મષે રાજાને હાથોહાથ આપીશ.
અનુ૦—( )આપેલો એ ઉપાય મને ગમ્યો ; શકુંતલા કાંઈ બીજું
શકું૦- (_____)પર મારે શું વિચારવાનું છે? (__)પોતાને વિષે સૂચક એવું કાંઈ મનમાં યેાજ સુંદર પદબંધમાં -સખી ! હું યેાજુ પણ અનાદરથી બીતું વળિ કાંપેછે મારૂં હઈડું.
રાજા—(સ્વગત) એ શંકા શું કરવા ?
તે આ ઉભો સંગ ઈછંત તારો,
શંકે ભિરૂ ! જેથકિ તુચ્છકારો;
શ્રિયાર્થિ લાભે થિય વા ન લાભે,
શ્રિયે ઈછેલા યમ હોય આધે ? ૪૬
સખીઓ— અરે ઓ નિજગુણને વખોડનારી ! એવું તે કોણ હોય કે શરીરને સુખ આપનારી શ૨દ ચાંદ્રણીને લુગડાનો આડો પડદો કરી વારી રાખે ?
શકું૦— (મોઢું મલકાવી) ત્યારે હવે તમારી આજ્ઞાએ હું કરૂં છું.
રાજા— (સ્વગત)ખરે નિમિષ કરવાં વિસરી ગયેલી એવી અાંખે હું પ્રિયાને ન્યાળું છું એ યોગ્ય જ છે.
પદો રચંતાં એની એક ભ્રુકુટી રહી ઉંચી એવૂં.
મુખ રોમાંચિત ગાલે કહે છે રાગી મુજપર મન કેવૂં ! ૪૭
શકું૦— સખી ! મેં ગીતી જોડી તો ખરી પણ લખવાનું સાધન પાસે નથી.
પ્રિયં૦— પોપટના પેટ જેવાં કુમળાં કમળપત્ર ઉપર નખેવતી પાડેલા અક્ષર કર.
શકું૦— (એમ કીધા પછી) સાભળો સંગતવાર અર્થ છે કે નહિં તે.
સખીઓ— સાંભળિયે છિયે.
શકું૦—(વાંચે છે)
તુજ નવ જાણું હઈઉં પણ રે નિર્દય દિવસ અને રાત્ર,કૂડો કામ તપાવે તુમાં મનોરથ કરતિતણાં ગાત્ર. ૪૮
રાજા— (સ્વગત) મારે દેખા દેવાનો ખરો સમય છે. (સહસા વસી આવી)
હે તનુગાત્રી તૂને મદન તપાવે મને બહૂ બાળે,
શશિને મ્લાન કરે દિન પણ તેટલું ના કુમુદિનિને ગાળે. ૪૯
સખીઓ— (રાજાને જોઈ હરખમાં ઉઠી) સ્વાગત છે વણ વિલંબે સિદ્ધિ પામતા મનોરથને !
શકું૦— (રાજાને જોઈ ઉભી થવા જાય છે.)
રાજા— થયું થયું. શ્રમે ઉઠવું શું કરવા ? એથી શું વધારે છે ?
{{મધ્ય ખંડ|ફુલસજ્જા ચાંપતાં તંતુ છુંદાએ થયાં સુગંધાળાં,
ગાત્ર ધિકેલાં તાવે યોગ્ય ન કરવે વિવેકના ચ(__)
અન૦— મહાભાગ ! આ શિલાપાટ ઉપર એક પાસ બેસ (__) રાજા — (બેસેછે).
શકું૦— (લજિજત બેસી રહેછે.)
પ્રિયં૦— મહાભાગ ! તમારા બંન્યોનો પરસ્પર અનુરાગ પ્રયક્ષ દેખાય છે તો પણ સખીનો સ્નેહ મને બહુબોલી કરી બોલાવે છે.
રાજા— ભદ્રે ! સંકોચ મા રાખ, કહેવાનું તે ન કહ્યાથી પસ્તાવો ઉપજાવે.
પ્રિયં૦— પોતાના દેશમાં વસનારાં પીડિતજનની આરત રાજાએ હરવીએ એનો ધર્મ છે.
રાજા— એથકી બીજો.
પ્રિયં૦— આ અમારી પ્રિય સખી તમારે ઉદ્દેશે કામથી આ અવસ્થાંતરને પોંતી છે તો, એના જીવિતનું અવિલંબે રક્ષણ કરવું તમને ઘટે છે.
રાજા— ભદ્રે ! એ માગવું તો પરસ્પર છે, અવશ્ય તમારો મારા ઉપર અનુગ્રહ જ છે.
શકું૦— (પ્રિયંવદાની સામું જોઇ) અંત:પુરને વિરહે ઉત્કંઠિત એવા રાજર્ષિને ખેાટી કરવે શું ?
૨ાજા—સુંદર નેનાળી, હૈડે વસનારી !
હેડું તારામાં આસક્ત મારૂં –સુંદર૦
એમ છતે જો બીજું કંઈ વિચારે,
ઘવાયો છું કામે વળી પાછો થાઉં-સુંદર૦ ૫૧
અન૦— રાજાઓને બહુ વલ્લભા હોય છે એવું સાંભળ્યું છે તેથી વિનંતિ કરવાની કે આ અમારી પ્રિય સખીને માટે એનાં સંબંધીજનો દુઃખી ન થાય તેવી રીતે એને નિભાવવી.
રાજા— ભદ્રે ! બહુ કહે શું ?
સ્ત્રિયો મારે બહૂ તો એ પ્રતિષ્ઠા બે થશે ભલી;
સમુદ્રવસ્ત્ર શી પૃથ્વી સખી તમારી આ વળી. ૫૨
સખીઓ— હવે અમે નિશ્ચિંત થયાં.
પ્રિયં૦— (આંખનો અણસારો કરી) અનસૂયા ! આ ઉત્સુક મૃગબાળક આણીકોરે દૃષ્ટિ માંડીને પોતાની માને ખોળેછે, ચાલ, એને એની માતા સાથે ભેગું કરીએ.
શકું૦— (વ્યાકુળ થઈ) અરે હું અશરણ છું, તમો બેમાંથી એક તો અહીં રહો. સખીઓ— પૃથ્વી શરણે જેને તે તો તારી કનેજ છે.
રાજા— ચિંતા મા કર, આ તારું આરાધન કરનારો જન તારી પાસેજ છે.
ગમે દુ:ખમાં તેવે ને વળી થંડે,
કરૂં વા તુને હૂં પદ્મપત્રપંખે;
ગેાળજંઘે ! પદ રક્તપદ્મ જેમ,
ચાંપું અંકે લઈ થાય સૂખ તેમ. ૫૩
રાજા— સુંદરી ! દિવસ આકરો છે ને આવી તારી અવસ્થા છે.
દુ:ખે સહે એવું અંગ, જઈશ તું તડકે શીપેરે.–ટેક.
ઉઠીને ચાલી રે તજી સજ્યા ફુલની જેહ;
વળી કમળદળનૂં કર્યું ઓઢણ ઉરનૂં તેહ- જઈશ તું૦ ૫૪
શકું૦— પૌરવ ! રાખો, રાખો વિનય. કામે ધિકેલી છું પણ હું મારી જાતની ધણી નથી.
રાજા— વડીલનું ભય ન રાખ; તે ધર્મ જાણે છે. દોષ નહિ કાઢે.
વળી રાજર્ષિકન્યાઓ સાંભળી પરણી ઘણી,
ખરે વિવાહ ગાંધર્વે સમ્મતિ ત્યાં પિતાતણી. પ૫
શકું૦— મૂકો અમણા મને, વળી હું સખીઓને પૂછું છું.
રાજા— વારૂ મુકું છું.
શકું૦— ક્યારે ?
રાજા— સુંદરી !
અસ્પર્શ કોમળ ફુલનવાંનો ભ્રમરથી ત્યમ હૂં ખરે,
ઉસુકથકી તવ અધરનો લેવાય રસ હળું તાહરે. ૫૬
શકું૦— (લજ્જાએ પાછું લેઈ લેવા જેવું કરેછે.)
(પડદામાં) ચકવી! ફરીથી મળજે, પણ અમણાં તો તારા ચકવાની આજ્ઞા લઈલે રાત પડવા આવી.
શકું૦— (ગભરાઈ જઈ) પૈારવ ! ખરે આર્યા ગૌતમી આવે છે, મારાં શરીરનું વૃત્તાંત જાણવાને, તો ઝાડને ઓથે થઈ રહો. (રાજા તેમ કરે છે)
સખીઓ— અહીં, અહીં આર્યા ગૌતમી !
ગૌતમી— બેટા તારો તાવ કાંઈ ઓછો છે કેની. શકું૦— આર્યે ! કાંઈએક ઓછો છે.
ગૌતમી— આ મંત્રેલ પાણીએ તારા શરીરની પીડા મટી જશે (માથે છાંટી) વત્સે ! દિવસ આથમ્યો, આવ પર્ણકુટીમાં જઈએ.
શકું૦— રે હૃદય ! પ્રથમ જ્યારે મનોરથ સુખસિદ્ધિને પામતો હતો ત્યારે તેં ડર ખાધો, હવે તેને વિયોગે વળી ખેદ શેા કરવો ! (થોડેક આગળ જઈ ઉભી રહી ) હે સંતાપહારક લતામંડપ ! ફરીથી સુખભોગને અર્થે હું તને કહી રાખુંછું.
રાજા— (પૂર્વ સ્થળે આવા નિશ્વાસે) ઇચ્છેલી અર્થસિદ્ધિને કેટલાં વિઘ્ન આવી નડે છે ?
વારેવારે મુકતિ અક્ષરે આંગળી નીજ એવૂં,
નાનાવાળું વદતિ તુટતે અક્ષરે રમ્ય એવું;
પાંપેણાળી મિઠિજુવતિનું ખાંધ મેરે વળેલૂં.
મોડું ઊંચું મથિ કર્યું વળી ના થયૂંરે ચુમેલૂં. પ૭
પણ હવે હું ક્યાં જાઉં ? ના, અહીં પ્રિયાએ ઉપભેાગ કરી તજેલા લતા મંડપમાંજ બેસું થોડીકવાર (ચારપાસ દૃષ્ટિ કરી.)
શીલા ઊપર પુષ્પસેજ શરિરે ચંપાયેલી આ રહી,
ચૂંથાયો સ્મરલેખ પગ પર જે કીધેલ તે આ અહીં;
હાથેથી પડધું પદ્મતંતુનું કડૂં એ જોઇ આંખે ઠરી,
સેજે શક્ત નથી જવા હું સ્થળથી એ શૂન્ય તોએ વળી પ૮
(આકાશમાં) રાજન્ !
સાંજે થાએ હોમ આરંભ જ્યારે,
વેદ અગ્ની કેરિ ચોમેર ત્યારે;
સંધ્યાઅભ્રો જેવિ છાયા દિસંતી,
ત્રાસંતા સૌ રાક્ષસોની ભ્રમંતી. ૫૯
રાજા— આ હું આવ્યો.
અન૦— પ્રિયંવદારે ! ગાંધર્વ વિવાહે કલ્યાણી પ્રિયસખી શકુંતલા યોગ્ય ભર્ત્તાને પામી એથી તો મને નિરાંત થઈ પણ હજી એક વાતે ચિંતા રહી છે ખરી. પ્રિયં૦— કેઈ વારૂ ?
અન૦— યજ્ઞકર્મ પૂરું થયે રાજર્ષિને ઋષિઓએ વળાવ્યો પણ હવે તે પોતાને નગરે જઈ અંતઃપુરનો સમાગમ કરતો થશે ત્યારે અહીંનું વૃત્તાંત તેને સાંભરશે કે નહિ ?
પ્રિયં૦— નિરાંતે રહેજે કેમકે એવા આકૃતિવિશેષપુરૂષ ગુણવિરૂદ્ધ આચરણ કરતા નથી;. પણ અલી મને તે આ ચિંતા થાયછે કે તાત તીર્થયાત્રા કરી આવ્યા છે તે શું કહેશે ?
અન૦ — મને તો લાગે છે કે અનુમોદન આપશેજ.
પ્રિયં૦— પૂજાના કામને જોઈએ તેટલાં તો ફૂલ ચૂંટાયાં.
અન૦— વારૂ, આપણે શકુંતલાની સૌભાગ્યદેવતાને બે ફૂલ ચઢાવી લેઈયે. (તેમ કરે છે.)
(પડદામાં ) આ હું હો!
અન૦— અલી ! અતિથિના જેવો શબ્દ સંભળાય છે.
પ્રિયં૦— કૂટીમાં શકુંતલા છેજ.
અન૦— હા, પણ આજ તેના ચિત્તનું ઠેકાણું ક્યાં છે ? બહુ ફૂલ છે, ચાલ હવે.
(પડદામાં ) અનર્થ ! અતિથિનો અનાદર કરનારી ?
વિચિંતેછ જેને અનન્યે મને તૂં,
ન જાણે તપસ્વી ઉભો આંગણે હૂં;
ન સંભારશે તે દિધે બોધ સદ્ય,
કહ્યું પૂર્વનું જેમ પીધેલ મદ્ય. ૬૦
સખીઓ— (સાંભળી ખિન્ન થાય છે.)
પ્રિયં૦— ધિક્ ધિક્, ખરે માઠું થયું, શૂન્યહૃદયશકુંતલાથી કોઈ પૂજ્યનો અનાદર થયો -(આગળ ચાલી જઈ) કોઈ જેવા તેવાનો નહિ પણ તત્કાળ ક્રોધ કરે તેવા દુર્વાસા મહર્ષિનો ! શાપ દેઈ ચાલતા થયા.
અન૦— જા, વહેલી પગેપડી એને પાછા આણ. હું અર્ધ્યોદક કરી રાખું છું.
પ્રિયં૦— (જાય છે.)
અન૦— અરે, ઉતાવળે ચાલતાં તો હાથમાંથી આ ફૂલની છાબ પડી ગઈ!
પ્રિયં૦— (પાછી આવી) અલી ! પ્રકૃતિયેજ આડા તે વળી કોઈની પ્રાર્થના સાંભળે ? પણ પછી કાંઈક દયા કીધી. અનo— શું કહ્યું?
પ્રિયં૦— બોલ્યા કે મારૂં વચન અન્યથા થનારૂં નથી પણ વળી કહું છું કે ઓળખનું ઘરેણું તે જોશે કે તારી સખી શાપથી મુક્ત થશે.
અન૦— હવે જીવ હેઠો બેઠો; નચિંત રહેવું શકય છે. તે રાજર્ષિયે જતીવેળા નામાંકિત મુદ્રિકા સ્મરણને માટે શકુંતલાને પોતેજ પહેરાવી છે તે શકુંતલાની કને ઉપાય છેજ.
પ્રિયં૦— ચાલ હવે દેવકાર્યને જઈએ. (આગળ જઈ) સખી ! જો ડાબા હાથ પર મુખ ટેકવી ચિત્ર સરખી બેઠેલી છે, એને પોતાનુંજ ભાન નથી તો પછી અતિથિનું શેનું હોય !
અન૦— આ વાત આપણે બેએજ હૈયામાં રાખવાની છે; પ્રકૃતિયે કોમળ એવી પ્રિયસખીનું રક્ષણ કરવું.
પ્રિયં૦— કુમળી મલ્લિકા ઉપર ઊનું પાણી રેડે એવું તે કોણ હોય ?