સુભાષિતો:દ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
 1. દળ ફરે વાદળ ફરે, ફરે નદીનાં પૂર
  પણ શૂરા બોલ્યા નવ ફરે પશ્વિમ ઊગે સૂર

 2. દયા-ધર્મ દિલડે વસે, બોલે અમૃત-વેણ,
  તેને ઊંચો જાણીએ, જેનાં નીચાં નેણ (મલૂકદાસ)

 3. દિવસ ફરે તો દિલ વિશે અવળા સૂઝે ઉપાય,
  કાપી વાદીનો કંડિયો, મૂષક સર્પમુખ જાય (દલપતરામ)

 4. દીઠે કરડે કુતરો પીઠે કરડે વાઘ
  વિશ્વાસે કરડે વાણિયો દબાયો કરડે નાગ

 5. દીનતા વિણ પ્રવીણતા, લૂણ વિનાનું ભોજ,
  સ્વપ્નવિહોણી જિંદગી, એ ત્રણ નિષ્ફળ બોજ.

 6. દેશ ને દીનને અર્થે ઓજસ્વી કર યૌવન,
  ચિરંજીવી થશે બીજો બનીને વીર વિક્રમ (દેશળજી પરમાર)