સુભાષિતો:બ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
 1. બધી જ આશા, બધી જ ઈચ્છા, ફળી શકે ના કદી જીવનમાં,
  બધી કળીઓ શું પૂર્ણ ખીલી સુમન થતી જોઈ છે ચમનમાં ?

 2. બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ
  આપદ્‌કાળે જાણીએ તલમાં કેટલું તેલ

 3. બાકર બચ્ચાં લાખ લાખે બિચારા,
  સિંહણ બચ્ચું એક એકે હજારાં

 4. બાજરીના રોટલા ને મૂળાના ખાય જો પાન,
  હોઈ ભલે કો ઘરડા, મિતાહારે લે થા જવાન

 5. બાહુમાં બળ ભરી, હૈયામાં હામ ધરી, સાગર મોઝારે ઝુકાવીએ,
  આપણા વહાણનાં સઢ ને સુકાન તો આપણે જ હાથે સંભાળીએ.

 6. બે’રા આગળ ગાવણું, મૂંગા આગળ ઘાલ;
  અંધા આગળ નાચવું, એ ત્રણે હાલહવાલ