સુભાષિતો:વ
Appearance
← સુભાષિતો:ર | સુભાષિતો સુભાષિતો:વ - |
સુભાષિતો:શ → |
• વરીએ જોઈને જાત, મરતાં યે મૂકે નહિ,
પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહિ.
• વાપરતા આ વિશ્વમાં સહુ ધન ખૂટી જાય
વિદ્યા વાપરતા વધે એ અચરજ કહેવાય
• વિપત પડે નવ વલખિએ વલખે વિપત નવ જાય
વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય
• વિદ્યા વપરાતી ભલી વહેતાં ભલા નવાણ
અણછેડ્યાં મુરખ ભલા છેડ્યાં ભલા સુજાણ
• વૃદ્ધિથી હરખે નહિ, હાનિથી નહિ શોક,
સમબુદ્ધિ જેની રહે, એવા વિરલા કોક
• વેર, વ્યસન, વૈભવ ને વ્યાજ,
વ્હાલાં થઈ કરશે તારાજ.