સોરઠી સંતો, ભાગ પહેલો
| સોરઠી સંતો, ભાગ પહેલો ઝવેરચંદ મેઘાણી ૧૯૨૯ |
પ્રવેશક → |
|
લગ્ન-ગીતો |
ચુંદડી (૧-૨) |
પ્રત ૨૦૦૦
સપ્ટેમ્બર ૧૯૨૮
પ્રત ૧૦૦૦
મે ૧૯૨૯
| ૧. | પ્રવેશક | ૧ - ૨૦ | |
| ૨. | પાંચાળનું ભક્તમંડળ મેપો, રતો, જદારો |
} | ૧ - ૨૮ |
| ૩. | દાના ભગત વીસામણ ભગત |
} | ૨૯-૬૯ |
| ૪. | વેલો બાવો રામ બાવો |
} | ૭૦-૧૧૨ |
જાહેરાત કર્યા પછી ઘણે લાંબે ગાળે આ “સંતો”ની જીવનકથાઓ હાથમાં લઈ શકાય છે. વાંચનારાં ભાઈઓ બહેનોની સહાય હશે તો હવે પછીના ખંડો આટલા વિલંબને આધીન બની નહિ પડ્યા રહે એની ખાત્રી આપુ છું. હજુ આવા બીજા ચારેક ખંડ થશે.
આ વૃત્તાંતોમાં વર્ણવાએલા પરચાઓની સામે ઘણા વાચકોને કદાચ મનદુ:ખ થશે એમ માનું છું. એ પરચાને લગતી મારી જે વિચારણા તેમજ જે ફરજ મેં પ્રવેશકમાં સમજાવી છે, તે વાંચી ગયા પછી જ વૃત્તાંતોમાં ઉતરવાની સર્વેને મારી વિનતિ છે,
સોરઠી કથા વાતોના સાહિત્યમાં મને સહુથી પ્રથમ પ્રવેશ કરાવનાર વ્યક્તિ તે હડાળા દરબારશ્રી વાજસૂરવાળા છે. 'રસધાર'ના આરા પર એ માનવંત નામ પ્રથમથી જ અંક્તિ થઈ ચૂક્યું છે. પરંતુ તેમાં યે 'આ 'સંતો'ના પ્રદેશમાં મને તેડી જવાનો તેમનો ઉપકાર તો વિશિષ્ટ છે. એમના મધુર સહવાસથી જ આ બધો રસ લાગી શક્યો છે અને એમની ખંત થકી જ આમાંની ઘણી ઘણી સામગ્રીઓ એકઠી કરી શકાઈ છે. એમનો આભાર માનું તે એમના આત્મીય ભાવને મેં અપમાન્યો ગણાય. આ બધું સાહિત્ય લખવાની ઉમેદ તેમની જ હતી. પોતે પ્રવૃત્ત પણ થયા હતા. પરંતુ આખરે તો એમણે નિર્લેપ ભાવે મને જ પોતાની સેવાનું મધ્ય દ્વાર–Medium- બનવા દીધો છે. આ લખાવટ મારી પોતાની છે. લખીને હું એમની નજર તળેથી આ કથાઓને કઢાવી નથી શક્યો. એટલે ભાષા વગેરેના જે દોષો રહી ગયા હોય તેનો જુમ્મેદાર મને એકલાને જ સમજવો.
બીજો આભાર સૌરાષ્ટ્ર કાર્યાલયના સ્નેહભીના તંત્રી મંડળનો માનવો રહે છે. ભાઈશ્રી કકલભાઈ કોઠારી, ભાઈશંકર દ્વિવેદી તથા હરગોવિંદદાસ પંડિત મળીને ત્રણે બંધુઓએ પોતાની માહેતી, વિચારણા અને વિવેક દ્રષ્ટિ વડે મારા કાર્યમાં જે મીઠો સાદ પૂરાવ્યો છે, તેનાં મૂલ મારે મન એાછાં નથી.
સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર |
} |
આ પુસ્તકનો ઉઠાવ ત્વરાભેર થયો છે; અને એના પ્રવેશકમાં 'પરચાઓ'ની ભ્રમણા ટાળવા માટે લેવાએલી મહેનત ફળી છે. પરચાના જૂઠા મહિમા અને પરચાને નામે ચાલતા ઢોંગ પરત્વે આટલું સ્પષ્ટ લખાણ થવાથી વાચકોએ પુસ્તકને સવિશેષ લાગણીથી વધાવ્યું છે. એ બદલ અમે આભારી છીએ. વાચકોને પુનઃ પણ એ જ વિનતિ છે કે સંતો મહંતો પ્રત્યેનું લોક-વલણ બુદ્ધિયુક્ત અને વિશુદ્ધ બનાવવાના પ્રયત્નો ચાલુ રાખજો. અંધશ્રદ્ધાએ આપણો દાટ વાળી દીધો છે.
પૂસ્તકનાં પાનાં વધવાને પરિણામે તેમજ બીજા કારણે મૂલ્યમાં વધારો કરવામાં આવ્યો છે.
| આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૬ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1966 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |
