લખાણ પર જાઓ

નિહારિકા/જંગ જામ્યો

વિકિસ્રોતમાંથી
← નિહારિકા નિહારિકા
નિહારિકા
રમણલાલ દેસાઈ
શૂર સિપાહી →


​

જંગ જામ્યો


હે...
⁠જગ જામ્યો ! જાગજો !
⁠શુભ શાન્તિના સંગ્રામ ! ધરી
⁠કેસર તણા પરિધાન,
⁠હે વીર જાગજો !

હે...
⁠જંગ જામ્યા જાગજો!
⁠નથી શસ્ત્ર કે નથી અસ્ત્રને ઝળકાવવાં;
⁠મૃત્યુભયે નથી દુશ્મનો ચમકાવવા;
⁠દુશ્મન વિહોણા યુદ્ધમાં
⁠અર્પી તમારા પ્રાણ
⁠હે વીર જાગજો !

હે...
⁠જંગ જામ્યો! જાગજો !
⁠બહુ વેર ને બહુ ઝેર વિશ્વે વ્યાપિયાં,
⁠અસી ખેલીને અગણિત શીર્ષો કાપિયાં
⁠બાજી ઝૂંટાઝૂંટની રમ્યા
⁠અનહદ ધરી અભિમાન.
⁠હે વીર જાગજો !

​

હે...
⁠જંગ જામ્યો જાગજો !
⁠સૂકી ગયાં નદ પ્રેમનાં, વહેતાં કરો.
⁠સૂકાં રણો મહેરામણે લીલાં કરો.
⁠કુરબાનીમાં ધરી શીર્ષ,
⁠ગજવો ગુર્જરીનું નામ.
⁠હે વીર જાગજો

હે...
⁠જંગ જામ્યો ! જાગજો !