હંસો હાલવાને લાગ્યો

વિકિસ્રોતમાંથી
સોઈ સાધુ સુરમા
ભાણસાહેબ



હંસો હાલવાને લાગ્યો


હંસો હાલવાને લાગ્યો, કાયાનો ગઢ ભાંગ્યો;
તમે પોરા પ્રમાણે જાગો,હ^સો હાલવાને લાગ્યો. ટેક.

નિત નિત નિંદ્રા મત કરો નયણે, સૂતાને સાહેબ આઘો;
સુમિરણ કરી લો સાચા ધણીનું, તમે મોજ મુક્તાફળ માંગો. -હંસો૦

જાગ્યા સોઈ નર સંસારમાં સીધ્યા, જેણે ઉજેડ મેલ્યો આઘો;
મારગ ધાયા તે બહોત સુખ પાયા, તેનો જરા મરણ બે બાંગ્યો. -હંસો૦

જરા પહોંચી ત્યારે જમડા આવ્યા, દેહડી તણો દલ ભાગ્યો;
કૂડીએ આવી કાયાનો ગઢ ઘેર્યો, ત્યારે અંધો અરજવાને લાગ્યો. -હંસો૦

કૂડી છે કાયા અને કૂડી છે માયા, જૂઠડો આ જગ જાણો;
સાચો નામ સાહેબકો જાણો, ભલે લુહાણો ભાણો. -હંસો૦