હાલરડાં/જુગના આધાર

વિકિસ્રોતમાંથી
← થેઈ ! થેઈ ! હાલરડાં
જુગના આધાર
ઝવેરચંદ મેઘાણી
માતા અનસૂયા ઝુલાવે →


જુગના આધાર

દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા!
કે જલમ્યા જુગના આધાર
જલમ્યા જુગના આધાર

ત્રિભોવન તારા રે ઊઘડ્યા!
ઊઘડ્યા રાજદરબાર
ઊઘડ્યા રાજદરબાર

નંદજીને ગઈ રે વધામણી.
શી શી રે આલું વધામણી !
કે આલ્યાં રતન બે-ચાર
આલ્યાં રતન બે-ચાર

જશોદાએ જોશી તેડાવિયા!
કે જોશી જો રૂડા જોશ
જોશી જો રૂડા જોશ

કેવા નખતરમાં જલમિયા!
રૂડા નખતરમાં જલમિયા!
કે તેનું શ્રીકૃષ્ણ નામ
જુગમાં થાશે જો જાણ

સોસશે પૂતનાના પ્રાણ
મામા કંસને રે મારશે!

સોનારૂપાનું રે પારણું!
કે પોઢશે નંદકિશોર
પોઢશે નંદકિશોર

જાદવકુળની રે ગોદડી;
હીરના બાંધ્યા છે દોર
હીરના બાંધ્યા છે દોર
હરખે હાલરડું ગાય છે !

રો મા! રો મા! રે બાળકા!
બારણે બેઠું છે હાઉ!
બારણે બેઠું છે હાઉ!
મા મને હાઉલું દેખાડ્ય
મા મને હાઉલું દેખાડ્ય

હાઉ છે લંકા લખેશરી!

માડી મને નવ જાણીશ નાનકો!
કે કાલે મોટેરો થૈશ
કાલે મોટેરો થૈશ

વેરી મારીશ હું આપણા.

સોરૂપાની રે ગોળિયું
કે ગોળીએ વળગ્યા મા'રાજ
ગોળીએ વળગ્યા મા'રાજ

ગોળી ફોડી કટકા કર્યા.

કે કટકા કરિયા દસવીસ
જશોદાને ચડિયેલી રીસ
ઢીંકા માર્યા દસવીસ
કાનો ચાલ્યો છે રિસામણે!

વાટે જાતા કોઈ વાળો
વાટે જાતા કોઈ વાળો
રાંધું ખીર ખાંડુ રોટલી.



ગોણીએ રેડાવું ઘી
ગોણીએ રડાવું ઘી
કુર રંધાવું કમોદની.

લવિંગ સોપારી ને એલચી
બીડલાં વાળો મા'રાજ
મુખમાં મેલો મા'રાજ

ઢાળું ઢળકતા ઢોલિયા
કે પોઢો મારાં બાળક!
પોઢો મારાં બાળક!

દેવકીજીને શ્રીકૃષ્ણ જલમિયા!