હાલરડાં/પોઢો ને !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દેવનાં દીધેલાં હાલરડાં
પોઢો ને !
ઝવેરચંદ મેઘાણી
બહુ વા'લો →

પોઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
ઘડી જાવને ઘોડિયા માંય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારા લાડકવાયા લાલ, પીતાંબર ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે દો'વી છે કાંઈ ગાય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે ઘરમાં છે ઘણું કામ, અંબર તમે ઓઢો ને!