હાલરડાં/બહુ વા'લો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પોઢો ને ! હાલરડાં
બહુ વા'લો
ઝવેરચંદ મેઘાણી
હાલરડું વા'લું →


બહુ વા′લો

પોઢો ને મારા હરિ હાલો હાલો !

તું તો રે તારા બાપને બહુ વા'લો. - પોઢો ને૦
તું તો રે તારી માતાનો લાલ. - પોઢોને૦

મળવાને આવશે વ્રજ તણા બાળા,
તે તો રે લાવશે ફૂલડાંની માળા,
તું તો રે તારા કાકાને બહુ વાલો!-પોઢો ને૦

મળવા રે આવશે ગોકુળની ગોપી,
તે તો રે લાવશે ફૂલડાંની ટોપી,
તું તો રે તારી માતાનો લાલો ! – પોઢો ને૦

મળવા આવશે મામો ને મામી,
તે તો રે ભમ્મર તાણી રે'શે સામી,
તું તો રે તારા મામાને બહુ વાલો! - પોઢો ને૦