હાલરડાં/વીર! સૂઈ જા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બાળા પોઢો ને ! હાલરડાં
વીર! સૂઈ જા
ઝવેરચંદ મેઘાણી
નીંદરડી તું આવે જો. →


વીર ! સૂઈ જા

સૂઈ જા રે સૂઈ જા !
કોડીલા કુંવર સૂઈ જા ! લાડકડા વીર સૂઈ જા!

તું રોઈશ તો તારી માતાજી મૂંઝાશે
વીર ! સૂઈ જા ! - કોડીલા૦

તું રોઈશ તો તારા દાદાજી દુખાશે
વીર ! સૂઈ જા ! – કોડીલા૦

તું રોઈશ તો તારા કાકાજી કચવાશે
વીર ! સૂઈ જા ! – કોડીલા૦

તું રોઈશ તો તારી ફૈબા ફાળે જાશે
વીર ! સૂઈ જા ! – કોડીલા૦

તને રામજી રમાડે,
તને લક્ષ્મણજી લડાવે
વીર ! સૂઈ જા! - કોડીલા૦

તને સીતાજી સુવરાવે,
તને જશોદાજી ઝુલાવે
વીર ! સૂઈ જા! – કોડીલા૦