હું તો જાઇશ ગિરિધર જોવા રે,

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

હું તો જાઇશ ગિરિધર જોવા રે,
મા મુને વારીશ મા,
મારા ઉરમાં છબિલાજીને પ્રોવા રે
મેણલે મારીશ મા.

જાઇશ જોવા હું તો નંદજીનો લાલો,
હા રે મુને પરમ સ્નેહી લાગે વ્હાલો રે
મા મુને વારીશ મા.

છેલછબિલો વ્હાલો કુંજનો વિહારી,
હા રે એતો જીવન દોરી છે મારી રે
મા મુને વારીશ મા,

વારિશ મા રે તુંને કહું છું રે વે'લું
હા રે હું તો માથુ જાતા નહીં મેલુ રે.
મા મુને વારીશ મા,

પ્રેમાનંદના સ્વામીને સારું
હા રે કુરબાન કર્યું જીવન મારું રે
મા મુને વારીશ મા,