અખાના છપ્પા/આત્મલક્ષ અંગ

વિકિસ્રોતમાંથી
← જીવ ઇશ્વર અંગ અખાના છપ્પા
આત્મલક્ષ અંગ
અખો
વેષવિચાર અંગ →


આત્મલક્ષ અંગ

કાશા આઘેરી જાણો વસ્ત, ત્યાં નહિ મળે ઉદયને અસ્ત;
ઉદય અસ્ત તો જ્યાં દરકાર, તે જાણોસધળો સંસાર;
તે સંસાર સ્થાન ચે સહૂન્ય, આંહીં અખા રાખે જો મૂન્ય. ૩૨૯

જે આકારને માને સત્ય, તે શૂન્ય્વાદી તેમાં નહિ વ્રત;
આકારનિરાકારને જે કે નથી, મિથ્યા વાદ કરતાં મરે બે મથી;
શૂન્યવાદી એ બેનું નામ, અખા બેથી પર હરિનું ધામ. ૩૩૦

ગુણવાડી ગુનને કહે હરિ, તે માયા રચિત જાય ઉસરી;
તે માટે ગુના ને સ્થળા શૂન્ય, ખટદર્શન મત પાપ ને પુન્ય;
કુટજ્ઞાની કહે સત્ય આકાશ, અખા એ મિથ્યા અધ્યાસ. ૩૩૧

સ્તુને ઉપમા શૂન્ય તણી, તે માટે વસ્તુ તે શૂન્ય જા ઘણી;
તે માટે શૂન્યવાદી નામ, શૂન્ય કએ લહ્યું મૂળગું ધામ;
તે માટે તે તેવા અખા, પ્રપંચ પાર નવ લગા લખા; ૩૩૨

તિ ઘણો આઘો પરમેશ, મન તણો ત્યાં નોહે પ્રવેશ;
અમન તે નર આઘેરો જાય, ત્યાં શબ્દ પહોંચે નહિ કાય;
સહુ ઉપાસે મનની વૃત્ય, અખા ન લાધે હરિની નર્ત્ય; ૩૩૩

શૂન્યવાદી શૂન્ય કૂચા ભખે, પણ શૂન્ય તત્ત્વને ના વ ઓળખે;
સાકારી આકારને ગાય, તે ત્યાં કાળે ફીટી જાય;
તે માટે તત્ત્વદર્શી ખરે, અખા જે સર્વે ઉફરો. ૩૩૪

સાચો અંતરજામી ગોર, બીજો ગુરુ બાજીગર મોહોર;
તેનો અર્થ કહેવા શોભવા, સંસારીનું મન લોભાવા;
પણ રીધા આવે જેમ રૂપૈયાવડે, તેમ અખા આતમથી આતમ જડે. ૨૩૫

શ્યાપર પરપંચ બેસે ઘાટ, જેનું મૂળા મિથ્યા છે નાટ;
જગત થયું તે ત્રણ ગુણ વડે, ત્રણ ગુણને તે માયા ઘડે;
તે માયા તો નહીં પ્રમાન, તો અખા શું થાએ જાણ. ૩૩૬

ઉંઘ્યા બરલે પઁડિતા કવી, જે મનની વૃત્તિ રહ્યા અભુભવી;
એક એકનું બોલ્યું નવ મળે, ખટ દર્શન જુજવાં આફળે;
સૌને હું મારાનો થાપ, અખા ન સમજે આપે આપ. ૩૩૭

દ્રષ્ટ પદારથ થાએ ફોક, ચર અચર ને ચૌદે લોક
ગુંથે ગ્રંથ વાંચે સાંભળે, તે ત્યાં કાળે સઘળા ટળે;
અખો શો રાખે નિરધાર, જે બોલું તે થાય સંસાર. ૩૩૮


નવા કરતાં મનશું અખે, પ્રપંચ દીઠો ચૈતના વિષે;
નિર્મળ દર્પણ હોય અતિ સાર, તેમાં ભાસે બહુ આકાર;
જેમ તે તેમ જાણે આતમા, તએ નર કહિયે સર્વોત્તમા ૩૩૯

તમ સમજ્યો તે નર જતી, શું થયું ધોળાં ભગવાં વતી;
બોડે તોડે જોડે વાળ, એ તો સર્વ ઉપલો જંજાળ;
પ્રીછીને સંકોડે વ્યાપ, તો અખા રહે આપે આપ. ૩૪૦

ણ સમજે દાવાગિર ઘણા, વેષ વખાણે આપે આપણા;
ટળવું ઘટે ત્યાં સામો થાય, વણસમજે એમ વાંકો જાય;
પેર્યો વેષ ન વાધી ઠેક, એમ અખા કેમ થાએ એક. ૩૪૧

ખો શું કવિતાપણું કરે, જો વાત કશી ના પહોંચે શરે;
કે લેવું કે મૂકવું કહે, તે તઓ ત્યાં આઘેરું રહે;
કેવું કરતાં આવે લાજ, સમજ્યા સરખો છે મહારાજ. ૩૪૨

કેલા પડ્યે તે જડ્યું ખરું, જેણે જીવપણું જાયે પરું;
બાકીસઘળો મોહ જોડાય, મનનું ગમતું સૌ કો ગાય;
અખા અર્થ સહિત કે જો સાત, નાચે પૂત તવ લાજે માત. ૩૪૩

પા ઇચ્છાએ સગુણ જ થયો, ત્યાં કોણ શિખામણા દેવા ગયો;
પસર્યું પોત તે અકસ્માત, કાળા કર્મા શિરા મૂકે વાત;
અખા તે ઈચ્છા છે સદા,પણા જક્ત સત્ય માની જે જદા. ૩૪૪

ક્તભાવ નહીં જ્યાં લેશ, ત્યાં સત્ય મિથ્યાનો શું ઉપદેશ;
કેનાં જન્મ કર્મ રૂપ નામ, સીમા કશી જ્યાં ના મળે ગામ;
અખા નહીં જ્યાં પ્રાયઃ પિંડ, એ તો જેમનું તેમ અખંડ. ૩૪૫

કૈવલ્યને કો કેમ કરી કવે, પોતે પોતાને શું સૂચવે;
દ્વૈત વિના નહીં બેસે ઘાટ, એકલો ત્યાં નવ બોલે નાટ;
અખા લક્ષ સહિત જે દ્વૈત, તે કે તે ક્વતે છે અદ્વૈત. ૩૪૬

કોઇક સત્ય થાપે સંસાર, કોઇક સત્ત્વ કહે નિરાકાર;
બેના થાપણહારા ટળે, જેમ છે તેમ ત્યાં કે નવ કળે;
અખે મૂળ વિચાર્યું આપ, થાપણુહારનો રાખ્યો થાપ. ૩૪૭

સગુણ નિર્ગુણ કથવો રહ્યો, બાંધ્યો રુંધ્યો સ્વામી લહ્યો;
સદા હરિ બોલતો ચાલતો, ખાતો પીતો ને માલતો;
અખો કહે વેદાંતનો સાર, કૈવલ્ય બ્રહ્મ પ્રભા આકાર. ૩૪૮


જોગ ધ્યાન તપ તીરથ ત્યાગ, ભક્તિ કર્મ ને વૃક્ષ વૈરાગ;
વિષય વર્ત્ય નાના વિધ ભોગ, ચાલ્યો જાય છે ચેતન જોગ;
અખા સર્વ સ્વામીના રંગ, સદા સર્વદા આપ અભંગ. ૩૪૯

અખા જોતાં ત્યાં વસ્તુ વડે, બીજું આપોપું નવ જડે;
એમ જોતાં કોણ કેને ભજે, પામણહાર ન લાધે રજે;
અદબદ સ્વામી અટલ અનાદ્ય, એ સમજ્યા વિના સઘળો વાદ. ૩૫૦

હાથ પગાળો સુંદર શ્યામ, એવો અટકળ્યો લોકે રામ;
એવા પ્રભુતણા અમે દાસ, જેનો હશે વૈકુંઠમાં વાસ;
ક્યારે કે તે લે અવતાર, તો એમ અખા કેમ પામે પાર. ૩૫૧

સકળ ચરણ શિર કર અવેવ, સકળ શબ્દ બોલે જે દેવ;
તેમાં ઉગી નીકળ્યું સહુ, નિત્ય ખરે નિત્ય વાધે બહુ;
કેમ કહું કો કાળે અવતાર, જો તે વડે ચાલે સંસાર. ૩પર

કદલીસ્થંભ ઘણાં પડ વળે, વચમાંથી લુંબો નીકળે;
જક્ત કાતરો કેલ મહા ભૃત, જે વડે રંભા તે અદ્‌ભુત;
અખા અરૂપી ઉગ્યો જોઇ, પૂર્વપક્ષ ન કરવો નવ પાડ્યો. ૩૫૩

એમ અખાને હરિ ત્યાં જડ્યો, કાયાક્લેશ કરવો નવ પડ્યો;
ત્યાં લગે ધૂપ પૂજાપર વાલ્ય, જ્યાં નહિ લાધી હરિની ભાળ્ય;
અજ્ઞાન સહુને મૂસળ માંય, અળગા અળગા સૌ કો ધાય, ૩૫૪

તરણા ઓથે ડુંગર રહે, એવો ઉખાણો સર્વે કહે;
તરણું તે જીવનો અહંકાર, તે પાછળે રહ્યો કર્તાર;
અખા અહંકાર વધાર્યો ગમે, તે માટે જીવ ભવમાં ભમે ૩૫૫

કર્મ ગ્રહે એવું શું સદા, સુખમાંથી આવે આપદા;
જેમ વગડામાં કીજે તાપણું, તેણે સૂઝે ન સૂઝે થોડું ઘણું;
કર્મતણી એવી ચકચુંધ, અખા ન ભાગે મનની રુંધ. ૩૫૬