અખેગીતા/કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ
← કડવું ૨૭ મું - જ્ઞાનીના અનુભવનો લક્ષ | અખેગીતા કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ અખો |
કડવું ૨૯ મું - ષટ્શાસ્ત્ર, ષટ્ઉપશાસ્ત્ર અને ષટ્દર્શનનું વર્ણન → |
કડવું ૨૮ મું - વિદેહીનાં ચિન્હ
વળી વિદેહીતણાં કહું ચિન્હજી, જ્યાં નવ પોંહોચેવાણી મનજી;
જેને વિષે ન મળે રયણી [૧], દિનજી, જે વેત્તા તે તન્ મય તનજી. ૧
તન્મય તન તે માટ એણે, તે કહું દૃષ્ટાંતે કરી;
જેમ ભાસકર [૨] ભાસ્યો તોય-ભાંડે,[૩] પણ ત્યાંનો ત્યાં જોતે[૪] ફરી ૧
તે વારિમાંહેથી[૫] વાયુ-યોહે, ડોલતો દીસે ઘણું;
પણ તરણિ[૬] તેમનો તેમ પ્રાયે[૭], અચલ મંડળ આપણું. ૨
તે તપ્ત[૮] જળમાંહે તપ્ત ન હોએ, શીતળ ન હોએ શીતથી;
રક્ત[૯] જળમાં ન હોએ રાતો, પીળો ન હોએ પીતથી. ૩
તે અશુચિ[૧૦] જળમાં ભાસ્યો માટે, અશુધ્ધતા પામે નહી;
વારિવિષધરમાંહે[૧૧] દીઠો, અંતરમાં આમે[૧૨] નહીં. ૪
સુરસરીકેરા[૧૩] નીરમાંહે, પવિત્ર ન હોએ દિનમણિ[૧૪];
સુધારસમાં[૧૫] ભાસ્યો માટે, અમર ન થાય અહર્ધણી.[૧૬] ૫
પાત્રમાંહે હેઠો દીઠે, પાતાલમાંહે નથી પડ્યો;
અણલિંગી પદ એમ જાણે, વ્યતિરેક કારણ પરવ્ડ્યો. ૬
અર્ક ત્યાં ઉપાધ્ય[૧૭] ન મળે, ઉત્તમ અધમ અવનીતણી[૧૮];
મહાપદનું[૧૯] મહાતમ[૨૦] એહવું, જ્યાં પક્ષન મળે અન્ય આપણી
વિશેષણ જેટાલાં કહ્યાં, તે રહ્યાં ભૂનાં[૨૧] ભૂવિષે;