અળગા ન મેલું રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
અળગા ન મેલું રે
પ્રેમાનંદ સ્વામી


અળગા ન મેલું રે અળગા ન મેલું રે,
નાથ તમને આંખલડીથી રે અળગા ન મેલું રે... ટેક


મદનમોહન તારી મૂરતિ જોઈને,
હાંરે મારું મનડું થયું છે ઘેલું રે... ૧


લોક કુટુંબ પરિવાર તજીને,
હાંરે મેંતો તમસંગ બાંધ્યું છે બેલું રે... ૨


પ્રાણજીવન તમ પાસે રાખ્યાનું,
હાંરે મને વચન દીધું છે વે'લું રે... ૩


પ્રેમાનંદ કહે જોઈ જોઈ જીવું,
હાંરે તારું મોળીડું રંગનું ભરેલું રે... ૪