કરણ ઘેલો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
કરણ ઘેલો
નંદશંકર મહેતા
૧૮૬૬


કરણ ઘેલો.


કર્ત્તા

નંદશંકર તુલજાશંકર


એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની, મુંબઈ

શાળોપયોગી આવૃત્તિ

કરણ ઘેલો.

ગુજરાતનો છેલ્લો રજપૂત રાજા.

એક વાર્તા.કર્ત્તા

નંદશંકર તુળજાશંકર
નવમી આવૃત્તિ.પ્રસિદ્ધ કરનાર

એન. એમ. ત્રિપાઠી ઍન્ડ કંપની,

બુકસેલર્સ એન્ડ પબ્લીશર્સ, કાલબાદેવી રોડ, મુંબઈ.


ઈ૦ સ૦ ૧૯૨૬, વિક્રમાર્ક ૧૯૮૨.

પ્રથમાવૃત્તિની પ્રસ્તાવના.


આ પ્રાંતના ઘણા ખરા લોકોને ગુજરાતી કવિતામાં લખેલી વાર્ત્તાઓ વાંચવાનો ઘણો શોખ છે, પણ હજી સુધી એવી વાર્ત્તાઓ ગદ્યમાં લખાયેલી ગુજરાતી ભાષામાં ઘણી જ થોડી છે, અને જે છે તે લોકમાં પ્રસિદ્ધ નથી, આ ખોટ પુરી પાડવાને તથા અંગ્રેજી ગાથા તથા વાર્ત્તાના જેવાં ગુજરાતીમાં પુસ્તકો તૈયાર કરાવવાને આ પ્રાંતના માજી એજ્યુકેશનલ ઈન્સપેકટર મહેરબાન રસલ સાહેબે મારી આગળ પોતાની મરજી જણાવી તથા એવી એક વાર્ત્તા બનાવવાને તે સાહેબે મને કહ્યું. તે ઉપરથી આ પુસ્તક મેં આસરે ત્રણ વર્ષ ઉપર રચ્યું, પણ કેટલાંએક કારણેને લીધે તેને જલદીથી છપાવવાનું બન્યું નહી.

જેઓએ અણહિલપુર પાટણનો ઇતિહાસ વાંચ્યો હશે તેઓ આ પુસ્તકમાં લખેલી કેટલીએક બીનાથી જાણીતા હશે. કરણ ઘેલા વિષે જેટલી હકીકત ઇતિહાસ ઉપરથી જણાય છે તેમાં બીજી નવી કલ્પિત વાતો ઉમેરીને આ વાર્ત્તાનો વિસ્તાર કીધો છે, જે વખતે આ સઘળી બીનાઓ બની તે વખતે લોકોની રીતભાત કેવી હતી, તેઓના વિચાર કયા પ્રકારના હતા, ગુજરાતના રજપૂત રાજા તથા દિલ્હીના મુસલમાન પાદશાહની રાજનીતિ વગેરે કેવી હતી, રજપૂતોના પુરૂષો તથા સ્ત્રીઓનું શૂરાતન તથા જાત અને કુલ અભિમાન કેટલું હતું, મુસલમાનોમાં કેટલો જુસ્સો, ધર્માંધપણું, તથા હિંદુઓ ઉપર અને તેઓના ધર્મ ઉપર કેટલો દ્વેશ હતો, એ વગેરે બીજી કેટલીએક હકીકતોનું જેમ બને તેમ ખરેખરું ચિત્ર બતાવી આપવું એ જ આ પુસ્તકનો હેતુ છે, એ હેતુ કેટલે દરજ્જે પાર પડ્યો છે તેનો નિર્ણય

કરવાનું વાંચનારાઓને સોંપીએ છીએ. આ પુસ્તકમાં ભૂત, પ્રેત, વગેરે વહેમોની વાત આવે છે, તથા કેટલાએક વિષય ઉપર જુદા જુદા માણસોએ પોતાના અભિપ્રાય જણાવ્યા છે - તેઓ સઘળા માનવા લાયક તથા તે વાતો સાચી છે એવો મારો વિચાર નથી. જે વખતે એવી વાત બની એમ લખ્યું છે તે વખતે તેઓ ઉપર લોકોને ઘણો ભરોસો હતો, અને એવી મતલબની દંતકથાઓ હજી પણ આ પ્રાંતમાં ચાલે છે, તે માત્ર જણાવવી એ જ હેતુથી આ પુસ્તકમાં તે દાખલ કીધી છે, અને જે માણસોએ જેવા અભિપ્રાય આપ્યા છે તેવા જ તેઓના ખરેખરા હતા તે બતાવી આપવાને આ ઠેકાણે તે પ્રસિદ્ધ કીધા છે.

આવી જાતનું પુસ્તક ગુજરાતીમાં પહેલું જ છે માટે તેમાં ખામીઓ તો હશે જ, તેને માટે સુજ્ઞ વાંચનારાઓ તરફથી માફી મળવાની આશા રાખું છું. જો આ પુસ્તકથી વાંચનારાઓને આનંદ માત્ર થશે તો એ લખવાની મતલબ ઘણે દરજ્જે પાર પડી એમ હું સમજીશ.

નં. તુ.

પ્રકરણ-૧
પ્રકરણ-૨
પ્રકરણ-૩
પ્રકરણ-૪
પ્રકરણ-૫
પ્રકરણ-૬
પ્રકરણ-૭
પ્રકરણ-૮
પ્રકરણ-૯
પ્રકરણ-૧૦
પ્રકરણ-૧૧
પ્રકરણ-૧૨
પ્રકરણ-૧૩
પ્રકરણ-૧૪
પ્રકરણ-૧૫
પ્રકરણ-૧૬


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૩ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1963 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.