કલ્યાણિકા/દેવનો મોક્ષ
Appearance
← મુસાફર | કલ્યાણિકા દેવનો મોક્ષ અરદેશર ખબરદાર |
પ્રભુની પ્રીત → |
દેવનો મોક્ષ
• રાગ આસા - માઢ - ત્રિતાલ*[૧] •
છૂટી રે ગયા હો દેવ છૂટી રે ગયા
મારું મંદિર તૂટ્યું ને દેવ છ્ટી રે ગયા !—(ધ્રુવ)
સોનલ સિંહાસનમાં દેવ બેસાડ્યા રે
કોણ જાણે એ ક્યારે ઊઠી રે ગયા ?
મારું મંદિર તૂટ્યું₀ ૧
ફૂલડાં ચઢાવ્યાં મોંઘાં, ધૂપ ધૂપાવ્યાં રે
દિન દિનનાં અર્ચન મારાં લૂંટી રે ગયા !
મારું મંદિર તૂટ્યું₀ ૨
હીરા મોતીએ હુલવ્યા, તોય રહ્યા નહીં રેઃ
ભવનના ભંડાર મારા ખૂટી રે ગયા !
મારું મંદિર તૂટ્યું₀ ૩
મારે તમારે વહાલા ! અંતરનું સાટું રે
તનમનના તાર ક્યમ એ તૂટી રે ગયા ?
મારું મંદિર તૂટ્યું₀ ૪
આવો રે અદ્દલ સ્વામી ! અંતરમાં ધારું રે
સ્નેહ કેરા લેખ શાને ઘૂંટી રે ગયા ?
મારું મંદિર તૂટ્યું₀ ૫
- ↑ * "જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું" -એ મીરાંબાઈના ભજનની રાહ..